Never Thought A Man Who Considers Muslims As Puppies, Would Become Pm, Says Mani Shankar Aiyar
  • Home
  • India
  • વિચાર્યું ન હતું કે, જે CM મુસલમાનોને ‘કૂતરો’ સમજતાં હતા તે PM બનશે: મણિશંકર

વિચાર્યું ન હતું કે, જે CM મુસલમાનોને ‘કૂતરો’ સમજતાં હતા તે PM બનશે: મણિશંકર

 | 6:22 pm IST

પીએમ મોદી પર હંમેશા વિવાદાસ્પદ નિવેદન કરનાર કોંગ્રેસમાંથી બહાર કરવામાં આવેલા નેતા મણિશંકર ઐયર ફરી એક વાર પીએમ પર નિશાનો ટાંકી રહ્યા છે. મણિશંકરે કહ્યું કે, તેમને ક્યારેય વિચાર્યું ન હતું કે મુસલમાનોને ‘કૂતરાનું બચ્ચું’ સમજનાર નેતા ક્યારેય વડાપ્રધાન બની શકે છે. આ નિવેદન કહેતા મણિશંકર ઐયરે 2014માં સામાન્ય ચૂંટણી પહેલા એક ઈન્ટરવ્યુમાં મોદીની ટિપ્પણી પર નિશાનો ટાંકી રહ્યા હતા.

હવે મણિશંકર ઐયરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2002માં ગુજરાતી દંગા પર આપવામાં આવેલા નિવેદન યાદ કર્યું છે. મણિશંકર ઐયરે કહ્યું કે, મેં ક્યારેય વિચાર્યું ન હતું કે 2014 પહેલા એક મુખ્યમંત્રી જે મુસ્લમાનોને કૂતરાનું બચ્ચું સમજતા હોય શકે. જ્યારે તેમને કહ્યું કે, એક કૂતરું જ્યારે પણ ગાડીની નીચે આવી જાય છે ત્યારે દિલમાં દુ:ખ ઘણું થાય છે. 2002માં કેટલાંય મુસલમાનોએ પોતાનો જીવ ગુમાવવા પડ્યો છે. જેનું દુ:ખ આજે પણ થાય છે.

મણીશંકરે કહ્યું કે, મેં ક્યારેય વિચાર્યું ન હતું કે, જે રમખાણોના 24 દિવસો સુધી મુસ્લિમ કેમ્પમાં પહોંચ્યા ન હતા. તેઓ અમદાવાદ મુસ્જિદ તે દિવસે પહોંચ્યા જ્યારે પીએમ વાજપેયી આવ્યા હતા. તે દિવસે પણ તેઓ મજબૂરીમાં ત્યાં પહોંચ્યા હતા. મેં વિચાર્યું જ ન હતું કે તેવી વ્યક્તિ દેશના વડાપ્રધાન બની શકે છે.

આ પહેલી વખત નથી કે મણિશંકર ઐયરે પીએમ મોદી અંગે વિવાદિત નિવેદન આપ્યું હોય. આ પહેલાં ગુજરાતની ચૂંટણીમાં પણ તેઓ વિવાદાસ્પદ ટિપ્પણી આપી ચુક્યો છે. જે પછી કોંગ્રેસે તેમને પોતાના પક્ષમાંથી બહારનો રસ્તો બતાવ્યો હતો.