new-apple-iphones-same-design-but-may-get-new-colours-bigger-displays
  • Home
  • Technology
  • iPhone X જેવા જ હશે નવા ત્રણેય આઈફોન, ફીચર્સમાં થશે આ ફેરફાર

iPhone X જેવા જ હશે નવા ત્રણેય આઈફોન, ફીચર્સમાં થશે આ ફેરફાર

 | 11:37 am IST

દિગ્ગજ સ્માર્ટફોન કંપની એપલ ટૂંકસમયમાં ત્રણ નવા iPhone લૉન્ચ કરવાની તૈયારીમાં છે. એક રિપોર્ટ અનુસાર આ ત્રણેય iPhoneમાં ગયા વરસના ફ્લેગશિપ iPhone X જેવીજ સ્કીન હશે. કિંમત, સાઈઝ, ફિચર્સ પ્રમાણે અલગ અલગ રેન્જમાં મળશે. ગયા વર્ષે આવેલ iPhone X અથવાતો 2014માં આવેલ iPhone 6ની જેમ સંપુર્ણ પણે નવી ડિઝાઈનમાં નહી આવે એટલેકે ફક્ત તેના ફીચર્સમાં ફેરફાર થશે.

કંપની આવતા વરસે કેટલાક મહત્વના ફેરફાર કરવાની છે. નવેમ્બરમાં લૉન્ચ થયેલો iPhone X એટલો સફળ નથી રહ્યો. જો કે હજુ પણ તેનું વેચાણતો ચાલુ જ છે. સ્માર્ટફોન માર્કેટમાં એપલના શેરોનો ભાવ વધારવામાં પણ iPhone Xનો મોટો ફાળો છે. નવા iPhone સપ્ટેમ્બર સુધીમાં લૉન્ચ થશે તેવી શક્યતા છે. નવા iPhoneના કલરમાં પણ ફેરફાર કરાશે.

નવા iPhoneમાં સૌથી મોટો ફેરફાર સિમ કાર્ડ સપોર્ટને લઈને થશે. છેલ્લા કેટલાક સમયથી એવુ માનવામાં આવી રહ્યુ છે કે કંપની ડ્યૂઅલ સિમ કાર્ડવાળો ફોન લાવશે.

આ સિવાય આ ત્રણેયમાં 5.8 ઇચવાળો iPhone X અપડેટેડ વર્જનમાં કેમેરામાં બદલાવ સાથે રજૂ કરાશે.ત્રીજા iPhoneની ડિઝાઈન iPhone X જેવી જ હશે. જેમાં એલ્યુમિનિયમ એજ અને એલસીડી સ્ક્રીન હશે. તેની કિંમત બીજા iPhoneની સરખામણીમાં ઓછી હોઈ શકે છે.