ડાયાબિટિસના દર્દીઓ માટે વરદાન, આર્ટિફિશિયલ પ્રેન્ક્રીઅસને મળી મંજૂરી - Sandesh
  • Home
  • Uncategorized
  • ડાયાબિટિસના દર્દીઓ માટે વરદાન, આર્ટિફિશિયલ પ્રેન્ક્રીઅસને મળી મંજૂરી

ડાયાબિટિસના દર્દીઓ માટે વરદાન, આર્ટિફિશિયલ પ્રેન્ક્રીઅસને મળી મંજૂરી

 | 12:43 pm IST

વિશ્વના પ્રથમ ઓટોમેટેડ ઈન્સ્યુલિન ડિવિલરી ઉપકરણને અમેરિકાએ મંજૂરી આપી છે. તેને કૃત્રિમ પેન્ક્રીઅસ પણ કહેવાય છે. આ ઉપકરણ લોહીમાં શુગરની માત્રાની ચકાસણી કરી શકે છે અને નિયમિત રીતે ઈન્સ્યુલીનનો ડોઝ પણ આપી શકે છે.

ડાયાબિટિસના દર્દીઓના શરીરમાં ઈન્સ્યુલિનના ઉત્પાદનને અસર થાય છે. મિનિમેડ 670જી ડાયાબિટિસના દર્દીઓ માટે વરદાન સમાન છે. આ ઉપકરણ લોહીમાં શુગરના પ્રમાણ પર દેખરેખ રાખે છે અને ઈન્સ્યુલિનના યોગ્ય પ્રમાણમાં ડોઝ પૂરા પાડે છે.

અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)એ આ કૃત્રિમ પૈન્ક્રીઅસને મંજૂરી આપી છે. જોકે ટાઈપ-1 ડાયાબિટિસના દર્દીઓ માટે જ તેનો ઉપયોગ કરી શકાશે. વધુમાં આ ઉપકરણનો ઉપયોગ કરનારા દર્દીની વય 14 કે તેની વધુ વર્ષ હોવી જોઈએ.

એફડીએના વરિષ્ઠ અધિકારી જેફ્રી શુરેને જણાવ્યું હતું કે આ પ્રકારની પ્રથમ ટેકનિક છે. જેમાં ટાઈપ 1 ડાયાબિટિસના દર્દીઓમાં શુગરની મેન્યુઅલ તપાસ કરવા ઉપરાંત દર્દીને ઈન્સ્યુલિન લેવામાંથી મુક્તિ મળે છે.

આ ઉપકરણ પાંચ-પાંચ મિનિટે ગ્લૂકોઝનું પ્રમાણ જાણશે અને પોતાની મેળે જ ઈન્સ્યુલિન પૂરું પાડશે અથવા ઘટાડો કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન