NIFTY 9,657.55 +69.50  |  SENSEX 31,311.57 +255.17  |  USD 64.4250 -0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • રાજકોટમાં મોદીનો રોડ શો હશે કઈંક ખાસ, તમારે જાણવું છે?

રાજકોટમાં મોદીનો રોડ શો હશે કઈંક ખાસ, તમારે જાણવું છે?

 | 11:34 pm IST

રાજકોટ ખાતે નરેન્દ્ર મોદીનો સત્તાવાર કાર્યક્રમ જાણવા વાંચો આ ન્યુઝ
+
આગામી તા.29ના રોજ રાજકોટમાં યોજાનારો પીએમ મોદીનો રોડ શોકઈંક ખાસ બની રહેશે.આયોજનના ભાગ રૂપે પીએમ મોદીના રોડ શો દરમિયાન રાજકોટમાં ભાવનગર રોડ પર આવેલી પટેલવાડી પાસે ખાસ ‘થ્રી ડી શો’ દર્શાવતો ડોમ ઉભો કરાશે. તેમજ આ સમગ્ર ‘રોડ-શો’ને વધુ આકર્ષક બનાવવા પાણીના ધોધ ઉપર ‘લેસર-શો’ પણ દર્શાવવામાં આવશે. આવું આયોજન દેશમાં સૌ પ્રથમ વખત રાજકોટમાં હાથ ધરાયું છે.

‘રોડ-શો’નું લાઇવ પ્રસારણ કરવા રૂટ ઉપર 40 જેટલા કેમેરાઓ એલઇડી લાઇટો વગેરે લગાવાશે. ‘રોડ શો’ના આયોજનનો કોન્ટ્રાકટ 4 વિભાગોમાં જુદી-જુદી 4 એજન્સીને અપાયો છે. આમ રાજકોટમાં યોજાનારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આ અદભુત રોડ-શોના આયોજન માટે 300થી વધુ અધિકારીઓની ટીમ કામે લાગી ગઈ છે.

તા. 29-62017 ના રોજ નરેન્દ્ર મોદીનો રાજકોટ ખાતેનો સત્તાવાર કાર્યક્રમ

સાંજે 4 વાગ્યે રાજકોટ એરપોર્ટ ઉપર દબદબાભેર સ્વાગત
સાંજે 4-20 કલાકે રેસકોર્ષ મેદાન ખાતે આગમન
4-20થી 4-22 સ્ટેજ-ડાયસ ઉપર બેઠક વ્યવસ્થા
4-22 થી 4-25 ગુજરાતના સમાજ કલ્યાણ મંત્રી આત્મારામ પરમાર દ્વારા સ્વાગત પ્રવચન
4-25 થી 4-30 ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું પ્રવચન
4-30થી 4-35 કેન્દ્રિય મંત્રી થાવરચંદ ગેહલોત દ્વારા પ્રવચન
4-35 થી 4-45 વડાપ્રધાન પોતે ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમ પાસેથી ત્રણ એવોર્ડ સ્વીકારશે અને દિવ્યાંગોને સાધન-સામગ્રી આપશે
4-45 થી 4-52 ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પ્રવચન
4-52 થી 5-20 નરેન્દ્ર મોદીનું પ્રેરક પ્રવચન
5-20 આજી ડેમ જવા રવાના
5-40 આજી ડેમ ખાતે આગમન
– આજીડેમ ખાતે એક્સપ્રેસ ફીડર લાઇનનું લોકાર્પણ
– ન્યારી ડેમની ઉંચાઇ વધારાઇ તેનું લોકાર્પણ
– આજી ડેમ નરેન્દ્ર મોદી આવે તે પહેલા 4-30થી 5-20 સાંસ્કૃતિક કાર્યક્રમ
5-20 થી 5-25 -સ્વાગત પ્રવચન
5-30 થી 6 સુધી જી. કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયા, પુરૂષોત્તમ રૂપાલા, તથા ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ખાસ સંબોધન કરશે.
વડાપ્રધાન આજીડેમ આવી પહોંચ્યા બાદ
5-40 આજીડેમ ખાતે આગમન
5-40 થી 5-50 નર્મદા નીર અવતરણ
6-00 આજી ડેમ સાઇટ ખાતે આગમન
6 વાગ્યાથી 6-25 સુધી કેન્દ્રિય રેલ્વે રાજયમંત્રી -ગુજરાતના મુખ્યમંત્રી તથા ડે. મુખ્યમંત્રીનું સંબોધન
6-25 થી 6-30 સૌની પ્રોજેકટ અંગેની કાર્યવાહી
6-30થી 7-10 વડાપ્રધાનનું સંબોધન
7-15 થી ભવ્ય રોડ-શો