Botswana variant is most mutated version of Coronavirus
  • Home
  • Corona
  • કોરોનાનું અત્યંત જોખમી સ્વરૂપ બોટ્સવાનામાં નોંધાયા, વૈજ્ઞાનિકોએ આપી ગંભીર ચેતવણી

કોરોનાનું અત્યંત જોખમી સ્વરૂપ બોટ્સવાનામાં નોંધાયા, વૈજ્ઞાનિકોએ આપી ગંભીર ચેતવણી

 | 7:00 am IST
  • Share

  • બોટ્સવાનામાં 3, દ. આફ્રિકામાં 6, હોંગકોંગમાં 1 કેસ

  • બોટ્સવાનામાં મળી આવેલા કોરોના વાઈરસના નવા સ્વરૂપને સૌથી ખતરનાક જાહેર કરાયું

  • અત્યાર સુધીના તમામ સ્વરૂપમાં આ અત્યંત જીવલેણ સ્વરૂપ

 

બોટ્સવાનામાં મળી આવેલા કોરોના વાઈરસના નવા સ્વરૂપને સૌથી ખતરનાક જાહેર કરાયું છે. બ્રિટિશ તજજ્ઞોએ કહ્યું છે કે અત્યાર સુધીના તમામ સ્વરૂપમાં આ અત્યંત જીવલેણ સ્વરૂપ છે. તેમાં 32 મ્યુટેશન હોય છે. અત્યાર સુધીમાં 10 કેસ મળ્યા છે જેમાં બોટ્સવાનામાં 3,

દ. આફ્રિકામાં 6, હોંગકોંગમાં 1 કેસનો સમાવેશ થાય છે. સાઉથ આફ્રિકામાં કોરોના વાઇરસનો નવો વેરિઅન્ટ સામે આવતા જાણકારોમાં ચિંતા પેઠી છે. ઈમ્પિરિયલ કોલેજના ડૉ. ટૉમ પિકોકે કહ્યું હતું કે આ સ્વરૂપના મ્યુટેશનનું સંયોજન ભયાનક છે. તેને હાલમાં ‘નૂ’ નામ અપાયું છે.

નેશનલ ઇન્સ્ટિટયૂટ ફોર કોમ્યુનિકેબલ ડિસીઝે જણાવ્યું કે, સાઉથ આફ્રિકામાં કોરોનાનો નવો વેરિઅન્ટ દેખાઈ રહ્યો છે. સંશોધકોએ જણાવ્યું કે, દક્ષિણ આફ્રિકામાં દરરોજ 100થી વધુ નવા કેસ આવી રહ્યા છે. જેમાં ગૌટાંગ પ્રાંતમાં 90 ટકા કેસ B.1.1.1.529નાં હોઈ શકે છે.

સાઉથ આફ્રિકામાં આ વર્ષે જ નવો C.1.2 વેરિઅન્ટ પણ મળી આવ્યો હતો, જો કે તે વધુ પ્રભાવક ન હતો. સંશોધકોના મતે હાલમાં આ વાઇરસની અસર મર્યાદિત સંખ્યા ઉપર થઈ છે અને તેની વ્યાપક અસર થાય તો શું સ્થિતિ ઉદ્ભવે તેનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો