કાર લેવાનું છે પ્લાનિંગ? લોન્ચ થઈ ચાર લાખથી પણ સસ્તી સુપરકાર - Sandesh
  • Home
  • Technology
  • કાર લેવાનું છે પ્લાનિંગ? લોન્ચ થઈ ચાર લાખથી પણ સસ્તી સુપરકાર

કાર લેવાનું છે પ્લાનિંગ? લોન્ચ થઈ ચાર લાખથી પણ સસ્તી સુપરકાર

 | 7:03 pm IST

રેને ઇન્ડિયાએ ક્વિડ હેચબૈકનો પાવરફુલ અવતાર લોન્ચ કર્યો છે. 1.0 લિટરવાળી ક્વિડને બે મોડલ આરએક્સટી અને આરએક્સટી (ઓ)માં લોન્ચ કરવામાં આવી છે. આ બંનેની કિંમત ક્રમશ: 3,82,776 રૂ. અને 3,95,776 રૂ. છે. પાવરફુલ ક્વિડ હાલની ક્વિડ કરતા 22,000 રૂ. મોંઘી છે.

1.0 લીટર વર્ઝનને ક્વિડ 1.0 નામ આપવામાં આવ્યું છે. પાવરફુલ ક્વિડના એક્સટિરીયરમાં કોઈ મોટો ફેરફાર નથી થયો. આમાં પહેલાંની જેમ જ એસયુવી ડિઝાઇનથી પ્રેરિત મોટી ગ્રિલ, પહોળાં વ્હીલ આર્ચ તેમજ મેટ બ્લેક ક્લેડિંગ આપવામાં આવી છે. ફેરફારની વાત કરીએ તો એમાં રિયર વ્યૂ મિરર પર મેટ સિલ્વર ફિનિશિંગ અને સાઇડમાં રંગીન ડિઝાઇનર સ્ટિકર લગાવવામાં આવ્યા છે. આ સિવાય કારનો લૂક તેમજ ટાયર હાલની ક્વિડ જેવા જ છે.

પાવરફુલ ક્વિડની કેબિલ પણ અત્યારની ક્વિડ જેવી જ છે. જોકે સૌથી મહત્વનો ફેરફાર એન્જિનમાં થયો છે. હાલની ક્વિડમાં 799 સીસીનું એન્જિન છે જ્યારે પાવરફુલ ક્વિડમાં 1.0 લીટરનું એન્જિન છે જે 69 પીએસનો પાવર તેમજ 91 એનએમનો ટોર્ક આપે છે. આ એન્જિન 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે જોડાયેલું છે.

ભારતીય ઓટો સેક્ટરમાં રેનો  ક્વિડને શરૂઆતથી જ સારો પ્રતિભાવ મળ્યો છે. વેચાણના મામલે આ કારને  ટોપ 10 કારની લિસ્ટમાં 6ઠ્ઠું સ્થાન મળ્યું છે. આશા છે કે આ કારની લોકપ્રિયતા હજી પણ વધશે.