સાઉદી અરબમાં યોજાયો વિચિત્ર પ્રકારનો રેમ્પ વોક, વિડીયો જોઇ તમે પણ ચોંકી જશો - Sandesh
NIFTY 11,381.35 -48.15  |  SENSEX 37,695.77 +-173.46  |  USD 69.4700 +0.65
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • સાઉદી અરબમાં યોજાયો વિચિત્ર પ્રકારનો રેમ્પ વોક, વિડીયો જોઇ તમે પણ ચોંકી જશો

સાઉદી અરબમાં યોજાયો વિચિત્ર પ્રકારનો રેમ્પ વોક, વિડીયો જોઇ તમે પણ ચોંકી જશો

 | 3:59 pm IST

સઉદી અરબમાં અત્યાર સુધીમાં વિવિધ પ્રકારના ફેશનો આયોજીત થતા રહેતા હોય છે, જેમાં ક્યારેક મોડલ્સને વિવિધ ડ્રેસો પહેરાવામાં આવે છે. પરંતુ હાલમાં એક જગ્યા પર મોડલ્સના સ્થાન પર ડ્રોનની મદદથી કપડાની પ્રદર્શન કરવામાં આવ્યું છે. હાલમાં આ ઈવેન્ટના વિડીયો સોશ્યિલ મીડિયા પર ઘણાં વાયરલ થઈ રહ્યા છે. જેમાં ડ્રોન્સ રેમ્પવોક કરતાં જોવા મળી રહ્યા છે.

જો કે સોશ્યિલ મીડિયા પર તેની પ્રશંસા કરતાં તેની ટીકા વધુ કરવામાં આવી રહી છે. જો કે શો આયોજકોએ કહ્યું કે, તેમને રમઝાનના કારણે ડ્રોનનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે. આ ફેશન શો જેદ્દાહમાં કે રેડ સી પોર્ટ હિલ્ટન હોટલમાં આયોજીત કરવામાં આવ્યો હતો. વિડીયોમાં ડ્રોનની મદદથી હેંગર લટકાવી કપડાં ઉડતા દેખાડ્યા છે. ટ્વિટર પર એક યૂઝરે આ ફેશન શોની શરખામણી હોરર ફિલ્મો સાથે કરી છે.

કેટલાક ટ્વિટર યૂઝર્સ આ વિડીયોની આલોચના કરી છે. લોકોનું કહેવું છે કે મહિલાના સ્થાન પર ડ્રોનનો ઉપયોગ કરવો સાઉદીમાં મહિલાઓ પર પ્રતિબંધ હોવાનું સ્પષ્ટ કરે છે. જો કે કેટલાક લોકો તેને મોડલના બદલે એક નવો આઈડીયા ગણાવ્યો છે.