• Home
  • Business
  • નોકરી જશે તો પૈસા આપશે ઇન્શ્યોરન્સ કંપની જો…

નોકરી જશે તો પૈસા આપશે ઇન્શ્યોરન્સ કંપની જો…

 | 5:09 pm IST

ફાઇનાન્સર પ્લાનર હંમેશા કહે છે કે કોઈ પણ નોકરિયાત વ્યક્તિએ પોતાની પાસે બચત તરીકે પોતાના 6થી 12 મહિનાના ખર્ચ જેટલી રકમ રાખવી જોઈએ. હાલમાં માર્કેટમાં મંદીના માહોલમાં નોકરી ચાલી જાય એવી શક્યતા વધી શકે છે. આ કારણોસર વ્યક્તિએ પોતાના ભવિષ્યને ધ્યાનમાં રાખીને થોડી બચત કરવી જોઈએ. આ સંજોગોમાં કેટલીક ઇન્શ્યોરન્સ કંપની જોબ લોસ કવર પણ આપે છે. આમાં જો તમારી નોકરી ચાલી જાય તો કંપની તમારા ખર્ચાઓનો ખ્યાલ રાખે છે. જો નોકરી ચાલી જાય તો ઇન્શ્યોરન્સ કંપની ત્રણ મહિના સુધી હોમ લોનની ઇએમઆઇ ચૂકવશે. જોકે એમાં કેટલીક શરતો અને નિયમો શામેલ છે. ઇન્કમ રિપ્લેસમેન્ટનો વિકલ્પ આપનારું આ કવર એવા સંજોગોમાં જ કામ લાગે છે જેમાં વ્યક્તિને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે. વ્યક્તિ પોતે રાજીનામું આપે એવા સંજોગોમાં આ કવર કામ નથી લાગતું.

ભારતમાં વ્યક્તિને નોકરીમાંથી પાણીચું ભાગ્યે જ આપવામાં આવે છે. અહીં મોટાભાગે વ્યક્તિ પાસે જબરદસ્તીથી રાજીનામું લઈ લેવાય છે. મર્જર અને ટેકઓવર જેવી સ્થિતિ ભાગ્યે જ સર્જાય છે. આમ કેટલાક ખાસ મામલાઓમાં જ આ રિસ્ક કવર કામ કરે છે. આમ જો તમે આ ઇશ્યોરન્સ કવર લેવાની તૈયારી કરી રહ્યા હો તો તમામ શરતો અને નિયમોનો બરાબર અભ્યાસ કરી લેવો જોઈએ.

આ ઇન્શ્યોરન્સ ક્લેઇમ લેવા માટે જરૂરી એ છે કે તમારી પાસે યોગ્ય અને પૂરતાં દસ્તાવેજ હોય. નોકરીમાંથી છટણીના તમામ દસ્તાવેજમાંથી સ્પષ્ટ થવું જોઈએ કે જોબ જવાનું કારણ શું છે. આ દસ્તાવેજ હશે તો જ ક્લેઇમ કરી શકાશે.