new corona virus cases 37127 recoveries and 339 death today
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • દેશમાં સતત પાંચમા દિવસે કોરોનાના નવા કેસ ઘટ્યા, મૃત્યુઆંકમાં વધારો નોંધાયો

દેશમાં સતત પાંચમા દિવસે કોરોનાના નવા કેસ ઘટ્યા, મૃત્યુઆંકમાં વધારો નોંધાયો

 | 9:53 am IST
  • Share

કોરોનાએ હાહાકાર મચાવ્યા બાદ હવે થોડા રાહતના સમાચાર મળી રહ્યા છે. ભારતમાં 9 સપ્ટેમ્બરથી કોરોનાના કેસ ઘટી રહ્યા છે. આજે સતત પાંચમા દિવસે કોરોનાના કેસમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. મંગળવારે સવારે આરોગ્ય મંત્રાલય તરફથી તાજેતરના જાહેર થયેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 25,404 નવા કોરોના કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 339 કોરોના સંક્રમિત લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 37,127 લોકો કોરોનાથી સાજા થઈ ગયા છે એટલે કે 12,062 એક્ટિવ કેસ ઘટી ગયા છે.

કોરોનાના છ દિવસના આંકડા
સપ્ટેમ્બર 8 – 43,263

સપ્ટેમ્બર 9- 34,973

સપ્ટેમ્બર 10 – 33,376

સપ્ટેમ્બર 11- 28,591

સપ્ટેમ્બર 12- 27,254

સપ્ટેમ્બર 13- 25404

કેરળમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યુ

કેરળમાં કોરોના સંક્રમણના નવા કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. સોમવારે કેરળમાં કોવિડના 15,058 નવા કેસ આવ્યા. સંક્રમિતોની સંખ્યા વધીને 43 લાખ 90 હજાર 489 થઇ. કોરોના સંક્રમણને કારણે વધુ 99 દર્દીઓના મોતને કારણે મૃત્યુઆંક વધીને 22,650 થયો છે. ત્રિશૂર રાજ્યના 14 જિલ્લાઓમાંનો કોવિડના મહત્તમ 2158 કેસ સામે આવ્યા છે.

ભારતમાં કોરોના સંક્રમણની સ્થિતિ

કોરોના મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ ત્રણ કરોડ 32 લાખ 89 હજાર લોકોને ચેપ લાગ્યો છે. તેમાંથી 4 લાખ 43 હજાર 213 લોકોના મોત થયા છે. સારી વાત એ છે કે અત્યાર સુધીમાં 3 કરોડ 24 લાખ 84 હજાર લોકો સાજા થયા છે. દેશમાં કોરોના સક્રિય કેસોની સંખ્યા ચાર લાખથી ઓછી છે. કુલ 3 લાખ 62 હજાર 207 લોકો હજુ પણ કોરોના વાયરસથી સંક્રમિત છે, જેમની સારવાર ચાલી રહી છે.

75 કરોડ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે 13 સપ્ટેમ્બર સુધી દેશભરમાં કોરોનાની વેક્સિનના 75 કરોડ 22 લાખ 38 હજાર ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા દિવસે 53.38 લાખ વેક્સિન આપવામાં આવી હતી.  દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.33 ટકા છે જ્યારે રિકવરી રેટ 97.54 ટકા છે. એક્ટિવ કેસ 1.13 ટકા છે. વિશ્વમાં કોરોના એક્ટિવ કેસમાં ભારત હવે 7 માં સ્થાને છે. સંક્રમિતોની કુલ સંખ્યાના સંદર્ભમાં ભારત બીજા ક્રમે છે. જ્યારે અમેરિકા પછી બ્રાઝિલમાં ભારતમાં સૌથી વધુ મોત થયા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો