તલવાર દંપતી વિશે જેલ અધીક્ષકે કર્યો સનસનીખેજ ખુલાસો - Sandesh
  • Home
  • India
  • તલવાર દંપતી વિશે જેલ અધીક્ષકે કર્યો સનસનીખેજ ખુલાસો

તલવાર દંપતી વિશે જેલ અધીક્ષકે કર્યો સનસનીખેજ ખુલાસો

 | 11:31 am IST

પોતાની દીકરી આરુષિના હત્યાના આરોપમાં સજા કાપી રહેલા તલવાર દંપતીને ઈલાહાબાદ હાઈકોર્ટે મુક્ત કર્યાં છે. કોર્ટે કહ્યું કે, શંકાના આધાર પર કોઈને આરોપી કહી શકાતા નથી. અદાલતે સીબીઆઈને ફટકાર લગાવતા તલવાર દંપતીને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. આ રાહત બાદ આજે તેમની ગાઝીયાબાદના ડાસના જેલમાંથી મુક્તિ થઈ શકે છે. પરંતુ આ દરમિયાન ડાસના જેલના અધીક્ષક ડો.વીરેશ રાજે તલવાર દંપતી વિશે જે જણાવ્યું તે સનસનીખેજ, રોચક અને દિલચસ્પ છે.

ડાસના જેલના તત્કાલીન અધીક્ષક ડો.વીરેશ રાજે ખુલાસામાં જણાવ્યું કે, તલવાર દંપતી જેલથી મુક્તિ થયા બાદ બાળકો માટે આરુષિ સંગ્રહાલય ખોલવા માગે છે. આ વાતનો ઉલ્લેખ તેમણે તત્કાલીન જેલ પ્રશાસનને પણ કર્યો હતો.

વીરેશ રાજના જણાવ્યા અનુસાર, તેઓ આ સંગ્રહાલયના માધ્મયથી આરુષિને હંમેશા જીવતા રાખવા માંગે છે. સંગ્રહાલયમાં આરુષિના રમકડા, કપડા પુસ્તકો, ફોટો તેમજ અન્ય સામાન રાખવામાં આવશે.

જેલમાં રડતા હતા તેના માતાપિતા
ડો.વીરેશ રાજે જણાવ્યું કે, જેલમાં મારા ચાર વર્ષના કાર્યકાળ દરમિયાન તલવાર દંપતીને મેં પોણા ત્રણ વર્ષ જોયા છે. ઉંમરકેદ બાદ શરૂઆતના દિવસોમાં ડો.રાજેશ તલવાર અને ડો.નુપુર તલવાર બહુ જ રડ્યા હતા. ”અમે તો કોઈને પણ મારી શક્તા નથી, તો પછી અમારી દીકરીને કેવી રીતે મારી શકીએ છીએ.” આરુષિ પર લખાયેલા પુસ્તાકમાં આ પંક્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પુસ્તક આરુષિની માતા ડો.નુપુર તલવારે લખી હતી. પુસ્તક લખતા સમયે આ લાઈનને સૌથી પહેલા ડાસના જેલના તત્કાલીન અધ્યક્ષ ડો.વીરેશ રાજ શર્માએ વાંચી હતી.

વીરેશ રાજ શર્માના જણાવ્યા અનુસાર, જેલમાં બંધ રાજેશ અને નુપુર થોડા દિવસમાં જ લોકોની સેવામાં લાગી ગયા હતા. તલવાર દંપતીએ 15 લાખ રૂપિયા ખર્ચીને જેલમાં ડેન્ટલ કેર સેન્ટર બનાવ્યું હતું અને અહી પોતાના જ ખર્ચે કેદીઓનો ઉપચાર કરતા હતા. બંને ખાલી સમયમાં અંગ્રેજી નોવેલ વાંચતા હતા.

આરુષિની વાત કરતા અચકાતા હતા
ડો.વીરેશે જણાવ્યું કે, જેલમાં રહેતા સમયે તેઓ આરુષિ તેમજ તેના સંબંધિત કેસ વિશે વાતચીત કરવાથી બચતા હતા. જેલમાં કોઈ પણ જ્યારે આરુષિ હત્યા સંબંધિત કેસ વિશે વાત કરે તો તેઓ ચુપ્પી સાધી લેતા હતા અથવા તો ત્યાંથી ઉભા થઈને જતા રહેતા હતા.