new-delhi-city-ncr-american-nri-honeytraped
  • Home
  • Nri
  • USથી ભારત આવેલા પ્રવાસીઓ યુવતીની માયાજાળમાં ફસાયા, આટલામાં ધોવાયા

USથી ભારત આવેલા પ્રવાસીઓ યુવતીની માયાજાળમાં ફસાયા, આટલામાં ધોવાયા

 | 12:22 pm IST

અમેરિકાથી ભારત આવેલા પ્રવાસી નાગરિકને હનીટ્રેપમાં ફસાવીને 31 લાખ રૂપિયા વસૂલવામાં આવ્યા છે. આ કેસમાં પ્રવાસી નાગરિકે બિઝનેસ પાર્ટનર રહેલા ત્રણ વ્યક્તિઓ સહિત તેને હનીટ્રેપમાં ફસાવનાર યુવતી પર 31 લાખ રૂપિયા વસૂલવાનો આરોપ લગાવ્યો છે. આરોપ છે કે રૂપિયા વસૂલ્યા બાદ પણ યુવતી અને તેમના ત્રણેય સાથીઓએ પ્રવાસી નાગરિક વિરુદ્ધ લગ્નની લાલચ આપીને યુવતી સાથે દુષ્કર્મ આચર્યા હોવાની ફરિયાદ નોંધાવી છે.

હાઈકોર્ટમાં સૂનાવણી દરમ્યાન સામે આવ્યો કેસ
યુવતીની ફરિયાદ પર રિપોર્ટ નોંધાવ્યા બાદ એનઆરઆઈએ હાઈકોર્ટમાં તાત્કાલિક જામીન માટે અુપીલ કરી હતી. તેમની અપીલ પર સૂનાવણી દરમ્યાન આખો મામલો સામે આવ્યો હતો. હાઈકોર્ટે પોલીસના સ્ટેટ રિપોર્ટને ધ્યાનમાં રાખતા પાંચ લાખ રૂપિયાનો દંડ ભરીને આરોપીને જામીન આપ્યા હતા. જો કે, યુવતીના વકીલે અગ્રિમ જામીનનો વિરોધ કરતા હાઈકોર્ટમાં કહ્યું કે, આરોપીઓએ લગ્નની લાલચ આપીને યુવતીની સાથે દુષ્કર્મ આચર્યું હતું. એવામાં રાહત ન મળવી જોઈએ.

તપાસ પુરી ન થાય ત્યાં સુધી આરોપીઓ દેશ નહીં છોડી શકે
જજ અનુ મલ્હોત્રાએ કહ્યું કે, આ તપાસનો વિષય છે કે આરોપી અને યુવતીની સાથે શારીરિક સંબંધ બંધાયા હતા કે નહીં. આરોપી વિવાહિત હતો કે નહીં અને શું યુવતીએ ચાર લાખ રૂપિયાનો ચેક વટાવ્યો હતો કે નહીં. રજૂ કરાયેલા પુરાવાઓના હિસાબે આરોપી પ્રવાસી નાગરિક છે. અમેરિકામાં તેનો વેપાર અને પરિવાર છે. કોર્ટે એવું પણ કહ્યું કે, તપાસ પુરી ન થાય ત્યાં સુધી કોર્ટની અનુમતિ વગર આરોપી દેશની બહાર જઈ શકશે નહીં.

જૂન 2017માં નોંધવામાં આવી હતી એફઆઈઆર
8 જૂન 2017એ યુવતીએ આરોપી એનઆરઆઈ વિરુદ્ધ દિલ્હીના ન્યૂ અશોક નગર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ થયા હોવાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ આરોપીએ હાઈકોર્ટમાં અગ્રિમ જામીન માટે અરજી કરી હતી. અરજીમાં આરોપીએ કહ્યું કે, કંસ્ટ્રક્શન બિઝનેસ મુ્દે આરોપીના મિત્ર મુકેશ રાયે વસુંધરા ઈન્ક્લેવ સ્થિત ન્યૂટેક લા પલાસિયા કંપનીના ડાયરેક્ટર આલોક વત્સ, રોશન પ્રકાશ અને સંજીવ કુમાર સાથે તેમની મુલાકાત કરાવી હતી. ત્યારબાદ તેને 7 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું. 10 ફેબ્રુઆરી 2017એ આલોક વત્સે કંપનીની ચીફ ઓફિસર જણાવતા એક યુવતી સાથે મુલાકાત કરાવી હતી. અહીંથી હનીટ્રેપમાં ફસાવવાનો કાવતરું રચવામાં આવ્યું હતું.