નવી શિક્ષણ નીતિની ભલામણો સામે ગુજરાતનો વિરોધનો સૂર - Sandesh
  • Home
  • Ahmedabad
  • નવી શિક્ષણ નીતિની ભલામણો સામે ગુજરાતનો વિરોધનો સૂર

નવી શિક્ષણ નીતિની ભલામણો સામે ગુજરાતનો વિરોધનો સૂર

 | 2:31 am IST

। અમદાવાદ ।

નવી શિક્ષણ નીતિ-૨૦૧૩ના મુસદ્દામાં રજૂ કરવામાં આવેલી અનેક ચાવીરૂપ ભલામણો સામે ગુજરાત સરકારે પોતાનો વિરોધ અને વાંધો નોંધાવ્યો છે. તાજેતરમાં જ દિલ્હી ખાતે મળેલી દેશના વિવિધ રાજ્યોના શિક્ષણમંત્રીઓની એક બેઠકમાં રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ નવી શિક્ષણ નીતિ અંગેના મુસદામાં રજૂ થયેલી કેટલીક ભલામણોને ગુજરાતે અગાઉથી જ અપનાવેલી હોવાનો અથવા તો કેટલીક ભલામણોથી રાજ્યમાં શિક્ષણ પણ નિયંત્રણ બેવડાય તેવો ભય વ્યક્ત કરી કેટલાંક નવા સૂચનો પણ કર્યા હતા.

ગુજરાત સરકારે નવી શિક્ષણ નીતિની ભલામણો સામે નીચેના મહત્ત્વના મુદ્દે વિરોધ કર્યો અને સૂચનો કર્યા

૧ સ્કૂલ રેગ્યુલેશન ઓથોરિટી

ગુજરાતમાં સ્કૂલ નિયમન ઓથોરિટીની રચના કરવાની કોઈ જરૂરિયાત નથી કારણ કે, તેનાથી રાજ્યની સ્કૂલો પર એક નવી સમાંતર વ્યવસ્થા ઊભી થાય.

૨ રાજ્ય શિક્ષણ આયોગ

કેન્દ્ર સરકારે જે રાષ્ટ્રીય શિક્ષા આયોગની ભલામણ કરી છે તેને દેશમાં શિક્ષણના ધ્યેયની સમીક્ષા કરવા તથા નવા ધ્યેય વિકસાવીને તેનો અમલ કરવા અને તેનું મૂલ્યાંકન કરવાની જવાબદારી આપી છે. પણ ગુજરાતમાં આવું આયોગ રચવાની જરૂર નથી કારણ કે, શિક્ષણના અધિકાર કાયદા (ઇ્ઈ)માં આવી જોગવાઈ પહેલાંથી જ કરેલી છે.

SCMC સ્કૂલોના શિક્ષકોની નિયમન કરવાની SCMCને કોઈ જવાબદારી સોંપવી ના જોઈએ.

૪ વિષય કેન્દ્રી યુનિ. અનિવાર્ય

સ્વતંત્ર ટેક્નિક, હેલ્થ, સાયન્સ, લીગલ, કૃષિ ક્ષેત્રની યુનિવર્સિટીઓને બંધ કરવાની ભલામણ અયોગ્ય છે. કારણ કે, આવી સંસ્થાઓ જે-તે ક્ષેત્રમાં કૌશલ્ય અને શ્રેષ્ઠ વ્યવસ્થાપક ધોરણો વિકસાવવા માટે અનિવાર્ય છે. ગુજરાતે ફોરેન્સિક સાયન્સ, સ્પોર્ટ્સ, યોગ, કૃષિ ક્ષેત્રે યુનિવર્સિટી શરૂ કરેલી અને ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ અને સંસોધન પૂરું પાડે છે.

૫ મૂળભૂત સાક્ષરતા

નવી શિક્ષણ નીતિમાં તમામ બાળકો મૂળભૂત સાક્ષરતા અને આંકડાકીય જ્ઞા।નનું ચોક્કસ લક્ષ્યાંક ૨૦૨૫ સુધીમાં હાંસલ કરવાનું નક્કી થયું છે. પરંતુ ગુજરાત તે સિદ્ધિ ૨૦૨૨માં હાંસલ કરી લેશે.

૬ કોલેજોનું જોડાણ ચાલુ રહેવું જોઈએ

કોલેજોને જોડાણની વ્યવસ્થા રદ કરવાની નવી શિક્ષણ નીતિમાં થયેલી ભલામણ અયોગ્ય છે, આ વ્યવસ્થા ચાલુ રહેવી જોઈએ. કારણ કે, આમ ન થવાથી અંતરિયાળ વિસ્તારમાં વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવું અટકી જશે. કારણ કે, જોડાણ ન હોવાથી ત્યાં કોલેજો બંધ થઈ જશે.

૭ સ્વાયત્ત સંસ્થાઓને અભ્યાસક્રમ નક્કી કરવાનો વિરોધ

રાજ્યની તમામ સ્વાયત્ત શૈક્ષણિક સંસ્થાઓને પોતપોતાનો અભ્યાસક્રમ નક્કી કરવાનમી નવી શિક્ષણ નીતિમાં ભલામણ થઈ છે તેનો ગુજરાત સરકારે વિરોધ કર્યો છે. કારણ કે, દરેક સ્વાયત્ત સંસ્થા પાસે પોતાનો અભ્યાસક્રમ ઘડવાની ક્ષમતા હોતી નથી, એટલે આ સૂચન પણ અયોગ્ય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;