new era of growth in consumer demand, invest as well as cost
  • Home
  • Supplements
  • Business @ Sandesh
  • વપરાશી માગમાં વૃદ્ધિના નવા યુગમાં ખર્ચની માફ્ક જ ઇન્વેસ્ટમેન્ટ પણ કરો

વપરાશી માગમાં વૃદ્ધિના નવા યુગમાં ખર્ચની માફ્ક જ ઇન્વેસ્ટમેન્ટ પણ કરો

 | 3:37 pm IST
  • Share

કન્ઝમ્પશનની થીમમાં રોકાણકારો રોકાણ કરી સતત વિસ્તરણ કરી રહેલી કન્ઝયુમર સ્ટોરીમાં હિસ્સેદાર બનવાની તકનો લાભ લઈ શકે

ભારતમાં હવે મધ્યમ આવક ધરાવતા દેશોની યાદીમાં પ્રવેશવાની તૈયારીમાં છે તેથી ભારતીય મધ્યમવર્ગ માટે એક નવો યુગ શરૂ થઈ રહ્યો છે. ભારતમાં લોકોની આવક વધવાની સાથે એવી વપરાશી માંગ સર્જાઈ છે જે વિશ્વમાં બીજે ક્યાંય દેખાતી નથી. છેલ્લે ચીનમાં 1990ના દાયકામાં અને 2000ના દાયકામાં એક આર્િથક ઊથલપાથલ જોવા મળી હતી. તેના કારણે કન્ઝયુમર ક્ષેત્રમાં અદ્ભુત તકો પેદા થઈ હતી. આ ઉપરાંત બીજી એક આર્િથક સાઇકલ પણ એવી હતી જેણે જંગી સંપત્તિનું સર્જન કર્યું હતું. અમેરિકામાં લગભગ 25 વર્ષ સુધી ચાલેલો ‘બેબી બૂમર્સ’ યુગ એ આ સમય હતો. તેમાં બીજા વિશ્વયુદ્ધ પછી ઇનોવેશનને પ્રાધાન્ય મળ્યું હતું અને સમૃદ્ધિ તથા સંપત્તિમાં ભારે વધારો થયો હતો. ડિજિટલ વિશ્વના આગમનની સાથે આર્િથક ચક્રને વેગ મળ્યો છે અને પહેલેથી મજબૂત કન્ઝમ્પશન ક્ષેત્રમાં વધુ ગતિ જોવા મળી છે. 

ભારતમાં કન્ઝયુમર ક્ષેત્રમાં સુવર્ણકાળ શરૂ થયો છે ત્યારે આપણે ત્યાં સંપત્તિના સર્જનની વધુ એક લાંબા ગાળાની કહાણીનો પણ ઉદય થયો છે. લોકોની સરેરાશ આવકમાં વધારો થાય તેમ ભારતીય પરિવારો તેમના ખર્ચમાં પણ વધારો કરશે જેથી મુનસફી આધારિત ખર્ચ વધશે. તેમાં મનોરંજન, પર્યટન, કન્ઝયુમર એપ્લાયન્સિસ અને પ્રોપર્ટીનો પણ સમાવેશ થાય છે જેની માંગ વધશે. માંગમાં આવી રહેલી તેજી અને પ્રીમિયમ પ્રોડક્ટ તરફ્ વળવાના વલણના કારણે ભારતીય અર્થતંત્ર પર પણ લાંબા ગાળાની અસર પડશે. 

સરકાર અત્યારે ભારતમાં ઉત્પાદન કરીને વિશ્વભરમાં નિકાસ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે તેથી એક વિશાળ કેપ્ટિવ ડિમાન્ડ સેન્ટરની રચના કરવા માટે કંપનીઓ પાસે એક એક આદર્શ વાતાવરણ છે. ઉત્પાદનથી લઈને વપરાશ સુધીના ચક્રના કારણે આર્િથક વૃદ્ધિને ઉત્તેજન મળે છે અને આદમ સ્મિથના શબ્દોમાં કહીએ તો ‘રાષ્ટ્રોની સંપત્તિ’ વધે છે. 

આ વૃદ્ધિના કારણે વિવિધ સેક્ટર્સમાં ઘણા બીટુસી બિઝનેસમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. નિફ્ટી ઇન્ડિયા કન્ઝમ્પશન એ આ પ્રદર્શનનું એક ઉદાહરણ છે. આ ઇન્ડેક્સમાં તમામ સેક્ટરની કંપનીઓના વૈવિધ્યનો સમાવેશ થાય છે જેમ કે, કન્ઝયુમ નોન-ડયૂરેબલ્સ, હેલ્થકેર, ઓટો, ટેલિકોમ સેવાઓ, ફાર્માસ્યૂટિકલ્સ, હોટેલ્સ, મીડિયા અને મનોરંજન,ઔવગેરે. તે ભારતમાં આવશ્યક અને મુનસફી આધારિત ખર્ચમાં ભારતની વપરાશગાથા વર્ણવે છે. નિફ્ટી ઇન્ડિયા કન્ઝમ્પશન ઇન્ડેક્સમાં ફ્રી ફ્લોટ માર્કેટ કેપિટલાઇઝેશનની દૃષ્ટિએ ભારતની સૌથી મોટી કન્ઝમ્પશન એટલે કે, વપરાશ આધારિત કંપનીઓનો સમાવેશ કરવામાં આવે છે. 

કન્ઝમ્પશનની થીમમાં રોકાણકારોને રોકાણની એક તક પૂરી પાડીને સતત વિસ્તરણ કરી રહેલી કન્ઝયુમર ગાથામાં હિસ્સેદાર બનવાની તકનો લાભ લેવામાં આવે છે. ધારો કે તમે મહિને 25,000 રૂપિયાનો ઘરગથ્થંુ ખર્ચ ધરાવતા હોવ તો તેને આવશ્યક અને મુનસફી આધારિત ખર્ચમાં ચોક્કસ સામેલ કરી શકાશે. રોકાણની બાબતમાં પણ એવું જ છે. વોલેટ એપ્રોચનો ઉપયોગ કરીને રોકાણકાર આવી થીમનો ઉપયોગ કરી શકે અને અગ્રણી કન્ઝયુમર કંપનીઓમાં રોકાણ કરી શકે છે જેની સાથે આંશિક સભાનપણે પણ તેનો ખર્ચ સંકળાયેલો હોય છે. 

રોકાણના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો કન્ઝયુમર કંપનીઓને સામાન્ય રીતે એવી કંપનીઓ ગણવામાં આવે છે જેનો દેખાવ અર્થતંત્રના દેખાવ સાથે સુસંગત હોય છે. અર્થતંત્ર મજબૂત હશે તો વપરાશમાં પણ વધારો થશે અને તેથી આવી કંપનીઓનો નફો વધશે. નબળો તબક્કો આવે ત્યારે વપરાશ ઘટે જરૂર છે, પરંતુ તે ક્યારેય સાવ ખતમ નથી થતો. તેથી આવી કંપનીઓનું બિઝનેસ મોડેલ એવા પ્રકારનું હોય છે કે તેમાં સુરક્ષા સામેલ જ હોય છે. વૃદ્ધિનો સમય ચાલતો હોય ત્યારે આવી કંપનીઓ મોટા ભાગનું અપસાઇડ મેળવી લેતી હોય છે અને સાઇક્લિકલ કંપનીઓ કરતા તેમાં ઘટાડો મર્યાદિત હોય છે. ભારતીય નાણાકીય બજારમાં પેસિવ રોકાણમાં ઘણી ક્ષમતા રહેલી છે અને તેમાં વેગ આવ્યો છે. આગળ જતા પણ તે જળવાઈ રહે તેવી શક્યતા છે. પેસિવ એટલે કે પરોક્ષ રોકાણ માટેના બે સૌથી વધુ લોકપ્રિય સાધનોમાં ઇન્ડેક્સ ફંડ અને એક્સ્ચેન્જ ટ્રેડેડ ફંડ (ઇટીએફ્) સામેલ છે. પેસિવ ઇન્વેસ્ટમેન્ટ એ રોકાણની એવી પદ્ધતિ છે જેમાં ચોક્કસ ઇન્ડેક્સને સમકક્ષ વળતર મળે છે. ઇન્ડેક્સમાં શેર જેટલો હિસ્સો ધરાવતા હોય એટલા જ પ્રમાણમાં તેઓ તેમાં ભાગ લે છે અને પસંદગીમાં ભૂલ થવાનું જોખમ દૂર કરે છે તેથી તેમાં બજારના વિસ્તૃત દેખાવને અનુરૂપ વળતર મળે છે અને ખર્ચ પણ અસરકારક રીતે નીચો રહે છે. 

(હેડ-પ્રોડક્ટ્સ એન્ડ અલ્ટરનેટિવ્સ, એક્સિસ એએમસી)

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો