New feature in WhatsApp, will be able to block those who add to the group
  • Home
  • Technology
  • WhatsAppમાં આવી ગયું નવું ફીચર, ગ્રુપમાં એડ કરનારાઓને કરી શકશો બ્લોક

WhatsAppમાં આવી ગયું નવું ફીચર, ગ્રુપમાં એડ કરનારાઓને કરી શકશો બ્લોક

 | 8:58 am IST

વોટ્સએપે ગ્રુપ માટે નવી પ્રાઇવસી સેટિંગ શરૂ કરવામાં આવી છે. હવે વોટ્સએપ વપરાશકર્તાઓ સરળતાથી તે પસંદ કરી શકશે કે ગ્રુપમાં કોણ એડ કરી શકશે અને કોણ નહીં. આ વર્ષે એપ્રિલ મહિનામાં પણ પ્રાઈવસી સેટિંગ બદલવામાં આવી હતી. આ નવી સુવિધા એ અપગ્રેડ વર્ઝન છે જે આ વર્ષની શરૂઆતમાં આવ્યું છે. આમાં વપરાશકર્તાઓને વધુ સારી ગોપનીયતા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

નવા વિકલ્પો મળશે

હમણાં સુધી વપરાશકર્તાઓ પાસે આ માટે ત્રણ વિકલ્પો હતા, ‘evryone’, ‘my contacts’ અને ‘nobody’. હવે જે નવું અપડેટ કરવામાં આવ્યું છે તેમાં ‘who can add me to a group’ નો નવો વિકલ્પ ઉપલબ્ધ કરાયો છે. આ વિકલ્પ ‘nobody’ ની જગ્યાએ બદલવામાં આવ્યો છે.

આ રીતે કરો એપ્લાય

આ સેટિંગને ચાલુ કરવા માટે વોટ્સએપની પ્રાઈવેસી સેટિંગ્સ પર જાઓ. સુવિધા ચાલુ કરવા માટે પહેલા પ્રાઈવેસી વિભાગ પર જાઓ અને પછી ગ્રુપ વાળો વિકલ્પ ખોલો. અહીં જો તમે ‘my Contacrs except for’નો વિકલ્પ પસંદ કરવા માંગતા હો તો તેને ટેપ કરો, ત્યારબાદ સંપર્ક સૂચિ ખુલશે. તમે ગ્રુપમાં ઉમેરવા માટે સમર્થ થવા માંગતા ન હો તે એકને પસંદ કરો.

આ સુવિધા ટૂંક સમયમાં બધા વપરાશકર્તાઓ સુધી પહોંચશે

નવી સુવિધાની રજૂઆત સાથે હવે જો કોઈ ગ્રુપ સંચાલક તને જૂથમાં ઉમેરવા માંગે છે, તો પહેલાં તેણે એક ઈન્વાઈટ મોકલવું પડશે. તમે આ આમંત્રણને સ્વીકારીને આ ગ્રુપમાં જોડાઇ શકો છો. આ ઈન્વાઈટ ત્રણ દિવસ માટે માન્ય છે. કંપનીએ કહ્યું કે આ સુવિધા આગામી થોડા દિવસોમાં તમામ વોટ્સએપ વપરાશકારો પહોંચી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન