new feature of facebook and instagram to add new songs
  • Home
  • Featured
  • આવી ગયું નવું ફિચર્સ, facebook અને instagram બની ગયા જોરદાર

આવી ગયું નવું ફિચર્સ, facebook અને instagram બની ગયા જોરદાર

 | 4:08 pm IST

ભારતમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ વપરાશકર્તાઓ હવે તેમની સ્ટોરીઝની સાથે મ્યૂઝિક પણ રાખી શકશે. ફેસબુકે જાહેરાત કરી છે કે હવે વપરાશકર્તાઓ મ્યૂઝિક દ્વારા પોતાની વાત કહી શકશે. તે માટે વપરાશકર્તાઓ સ્ટોરીઝમાં મ્યૂઝિક સ્ટીકર્સ અને બીજા ક્રિએટિવ ટૂલ્સ જેવા લિપ સિંક લાઇવ અને ફેસબુક પ્રોફાઇલ્સ પર મ્યૂઝિકનો ઉપયોગ કરીને તેમની વાત કહી શકશે.

સ્ટોરીઝમાં વપરાશકર્તાઓ વીડિયો અથવા પોસ્ટને શેર કરી શકશે. ભારતમાં મ્યૂઝિક પ્રોડક્ટસના આવ્યા બાદ જ વપરાશકર્તાઓ તેમની સ્ટોરીઝમાં નવી ફિલ્મના ગીતને જોડી શકે છે. આ વર્ષની શરૂઆતમાં ફેસબુક ઇન્ડિયાએ ટી-સિરીઝ મ્યૂઝિક કંપની અને યશરાજ ફિલ્મ્સ સાથે પાર્ટનરશીપ કરી હતી. જેથી મ્યૂઝિકને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ માટે વાપરી શકાય.

આ સુવિધા માટે વપરાશકર્તાઓને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઓપન કરવું પડશે. ત્યારબાદ ગેલેરીમાંથી એક ફોટો અથવા વીડિયો પસંદ કરવો પડશે અને મ્યૂઝિક સ્ટીકરો એડ કરવા પડશે. મ્યૂઝિક પસંદ કર્યા પછી વપરાશકર્તાઓ એ પણ પસંદ કરી શકશે જે સ્ટોરીમાં હાઇલાઇટ કરવા માંગે છે અને આર્ટિસ્ટના નામ અને ટ્રેક ટાઇટલ પણ ઉમેરી શકે છે.

આ વીડિયો પણ જુઓ: આયોજન વિના નવા કાયદા લોકો પર થોપી દેવાતા હાલાકી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન