કરોડો લોકોનું Whatsapp આ મહિને થઈ જશે બંધ! ચેક કરો તમારું નામ તો નથી ને લિસ્ટમાં - Sandesh
  • Home
  • Technology
  • કરોડો લોકોનું Whatsapp આ મહિને થઈ જશે બંધ! ચેક કરો તમારું નામ તો નથી ને લિસ્ટમાં

કરોડો લોકોનું Whatsapp આ મહિને થઈ જશે બંધ! ચેક કરો તમારું નામ તો નથી ને લિસ્ટમાં

 | 7:03 pm IST

Whatsappએ માહિતી આપી છે કે આ મહિનાના અંત સુધીમાં કરોડો વોટ્સએપ યુઝર્સની આ મેસેન્જર એપ બંધ થઈ જશે. હકીકતમાં વોટ્સએપ પોતાને સતત અપડેટ કરી રહ્યું છે. વોટ્સએપે માહિતી આપી છે કે આ મહિનાના અંત સુધી કરોડો વોટ્સએપ યુઝર્સની આ મેસેન્જર એપ બંધ થઈ જશે.

વોટ્સએપ જે ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરવાનું બંધ કરી દેશે એમાં નોકિયા સિંબિયન એસ 60, નોકિયા એસ 40, વિન્ડોઝ 7.1, બ્લેકબેરી, બ્લેકબેરી 10, આઇફોન 3જીએસ, આઇફોન iOS 6, એન્ડ્રોઇડ 2.2 અને એન્ડ્રોઇડ 2.1 ઓપરેટિંગ સિસ્ટમ શામેલ છે. જે વ્યક્તિના સ્માર્ટફોનમાં આમાંથી કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ હશે એ 30 જૂન, 2017 પછી વોટ્સએપ ચલાવી નહીં શકે.

વોટ્સએપના પ્રવક્તાએ આ મામલે કહ્યું છે કે ‘આ તમામ ઓપરેટિંગ સિસ્ટમ અમારા તમામ ફિચર્સને સપોર્ટ નથી કરતી. આ અમારા માટે બહુ અઘરો નિર્ણય હતો. જો તમે આમાંથી કોઈ ફોન વાપરતા હો તો પોતાના ફોન બદલી નાખો અને એવો ફોન લો જેમાં તમે વોટ્સએપ વાપરી શકો. આ ઓપરેટિંગ સિસ્ટમ સિવાય બીજી ઓપરેટિંગ સિસ્ટમ વાપરતા યુઝર્સને કોઈ સમસ્યા નહીં થાય. વોટ્સએપના દુનિયામાં 100 કરોડથી વધારે યુઝર છે જેમાંથી હવે બ્લેકબરીનો યુઝરબેસ કંપની ખોઈ નાખશે.’

વોટ્સએપે હાલમાં આઇફોન યુઝર માટે નવા ત્રણ ફિચર લોન્ચ કર્યા હતા. વોટ્સએપ હવે એક નવું ફિચર લાવવાની તૈયારી કરી રહ્યું છે જેનું નામ છે રિવોક ફિચર. રિવોક ફિચર એટલે મોકલી દેવાયેલા મેસેજ પાછા લેવાનું ઓપ્શન. વોટ્સએપ આ વર્ષની શરૂઆતથી રિવોક ફિચરની ટેસ્ટિંગ કરી રહ્યું છે અને બહુ જલ્દી બધાને આ ફિચરનો લાભ લેવાની તક મળી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન