કેન્સરના ઇલાજ માટે ન્યૂયોર્ક ગયેલી સોનાલીએ પોતાનો નવો લુક શેયર કર્યો  - Sandesh
  • Home
  • Entertainment
  • કેન્સરના ઇલાજ માટે ન્યૂયોર્ક ગયેલી સોનાલીએ પોતાનો નવો લુક શેયર કર્યો 

કેન્સરના ઇલાજ માટે ન્યૂયોર્ક ગયેલી સોનાલીએ પોતાનો નવો લુક શેયર કર્યો 

 | 12:30 am IST

કેન્સર સામે ઝઝૂમી રહેલી સોનાલી બેન્દ્રે કપરા કાળમાંથી પસાર થઈ રહી હોવા છતાં હિંમતપૂર્વક લડત આપી રહી છે. અભિનેત્રીએ તાજેતરમાં એનો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેયર કરવાની સાથે એક ઇમોશનલ મેસેજ પણ લખ્યો છે. મેસેજમાં એણે પ્રિયંકા ચોપરાનો પણ આભાર માન્યો છે. સોનાલીએ અલ પચીનોના ક્વોટ – વેનિટી ઇઝ માય ફેવરિટ સીનથી કર્યા બાદ લખ્યું હતું કે હું વિગની પસંદગી કરી રહી હતી તો એક ક્ષણ વિચાર આવ્યો, શું હું સુંદર દેખાવાની અપેક્ષા કરી રહી છું? પણ પછી લાગ્યું મને જે પસંદ હોય એ કરવામાં મને આનંદ મળે છે. તમને શું ગમે છે એ માત્ર તમે જ જાણો છો.