New GST real estate rate to be applicable from April
  • Home
  • Business
  • 1લી એપ્રિલથી ઘર ખરીદવું થશે સસ્તુ, GST કાઉન્સિલમાં લેવાયો મહત્વનો નિર્ણય

1લી એપ્રિલથી ઘર ખરીદવું થશે સસ્તુ, GST કાઉન્સિલમાં લેવાયો મહત્વનો નિર્ણય

 | 7:02 pm IST

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્ષ (GST) કાઉન્સિલની આજે 34મી બેઠક મળી હતી. આ બેઠકમાં આવાસ પરિયોજનાઓમાં મકાન પર નવા ટેસ્ટ સ્લેબ લાગુ કરવાની યોજનાને મંજૂરી આપી દેવામાં આવી છે. આ નવા નિયમો 1લી એપ્રિલથી લાગુ થશે. આ નવા દર લાગુ થયા બાદ ઘર ખરીદવું પહેલા માટે સસ્તુ બનશે.

કેન્દ્રીય નાણાં મંત્રાયલમાં મહેસૂલ સચિવ એબી પાંડેએ આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારો સાથે વાતચીત ક્જરીને આવાસ વિકાસના વ્યાપાર સાથે સંકળાયેલી કંપનીઓને નવા ટેક્ષ સ્લેબનું પાલન કરવા માટે પર્યાપ્ત સમય આપવામાં આવશે. આ બેઠક દરમિયાન રિયલ એસ્ટેટમાં જીએસટીના વર્તમાન ટેક્ષ સ્લેબ થી લઈને નવા ટેક્ષ સ્લેબને લાગુ કરવા સાથે સંકળાયેલી જોગવાઈઓ અને તેના પાલન સાથે સંકળાયેલા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

જીએસટી કાઉંસિલે 24 ફેબ્રુઆરીના રોજ પોતાની બેઠકમાં અફોર્ડેબલ કેટેગરીના નિર્માણાધીન ફ્લેટ માટે ટેક્સના દર ઘટાડીને 1 ટકા કરી દીધી છે. અન્ય કેટેગરી માટે ટેક્સના દર ઘટીને 5 ટકા કરી દેવામાં આવ્યા હતાં. પાંડેએ જણાવ્યું હતું કે નવા પ્રોજેક્ટ માટે જીએસટીના દર 1 એપ્રિલથી અનિવાર્ય છે. જીએસટી કાઉંસિલમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે નિર્માણાધીન પ્રોજેક્ટ પાસે નવા રેટમાં શિફ્ટ થવાનો વિકલ્પ રહેશે.

જીએસટી કલેક્શન ઘટ્યું

ચાલુ નાણાંકિય વર્ષમાં જીએસટી કલેક્શન અંદાજ કરતા ઘટ્યું છે. માત્ત્ર ત્ર વાર જ 1 લાખ કરોડને પાર થઈ શક્યું છે. જ્યારે બાકીના મહિના જીએસટી કલેક્શન 1 લાખ કરોડ રૂપિયાની નીચે જ રહ્યું છે. જીએસટી કલેક્શનમાં ઘટાડાના કારણે નેટ ઈનડાયરેક્ટ ટેક્ષ કલેક્શનમાં પણ ઘટાડો નોંધાયો છે. જોકે બેઠકમાં આ મુદ્દે ચર્ચા થઈ નહોતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન