New H1-B Visa Policy Explained: How new rules will impact Indian Companies and Students
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ડોનાલ્ડ ટ્રમ્પ ભારતીયોનો માટે બન્યા માથાનો દુ:ખાવો, મોટાપાયે નુકસાન થવાની શક્યતા

ડોનાલ્ડ ટ્રમ્પ ભારતીયોનો માટે બન્યા માથાનો દુ:ખાવો, મોટાપાયે નુકસાન થવાની શક્યતા

 | 10:41 pm IST
  • Share

સત્તા છોડવાના ગણતરીના દિવસો બાકી છે ત્યાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) દ્વારા ઉતાવળે નિર્ણયો લેવાઈ રહ્યા છે. બાઈડેન સરકાર (Biden Government) માટે મુશ્કેલી ઊભી કરવાના આશયથી ટ્રમ્પ તંત્ર દ્વારા H1B વિઝા અંગે વધુ એક નિર્ણય લેવાયો હોવાનું જણાઈ રહ્યું છે. તાજેતરમાં અમેરિકન એજન્સી દ્વારા H1B વિઝા અને વર્ક પરમિશનવાળા ગ્રીન કાર્ડ (Green Card) ઉપર રહેતા લોકોના મિનિમમ વેજ એટલે કે પગારમાં વધારો કરી દેવાયો છે.

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ લેબર (US Department Of Labor) દ્વારા આ વિઝા ધરાવતા લોકો માટેના વેતનમાં વધારો કરવામાં આવતા ભારત સહિતના વિદેશોમાંથી આવતી બૌદ્ધિક પ્રતિભાઓને મુશ્કેલી ઊભી થવાની શક્યતાઓ પ્રબળ બની છે. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પ સરકાર (Trump Government) દ્વારા આ બીજી વખત વેતન વધારાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ પહેલાં ગત વર્ષે ઓક્ટોબરમાં ટ્રમ્પે H1B વિઝા અને ગ્રીન કાર્ડ હોલ્ડરના લઘુતમ વેતનમાં વધારાનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. તે વખતે ત્રણ ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા નિયમ ઉપર સ્ટે મૂકીને લોકોના અભિપ્રાય લેવાના આદેશ આપવામાં આવ્યા હતા.

પહેલી જુલાઈથી વેતનવધારો લાગુ થઈ જશે

અમેરિકાના લેબર મંત્રાલયના જણાવ્યા પ્રમાણે પહેલી જુલાઈ 2021થી ટ્રમ્પ સરકાર દ્વારા લાગુ કરાયેલા નવા વેતનવધારાનો અમલ કરવામાં આવશે. મહત્ત્વની વાત એ છે કે, જ્યારે ગત વર્ષે ડિપાર્ટમેન્ટ દ્વારા સુધારા કરવામાં આવ્યા ત્યારે જ કોર્ટે તેને વચગાળાના સુધારા જણાવ્યા હતા. તે ઉપરાંત ટેક કંપનીઓ અને અન્ય કંપનીઓ કે જેઓ વિદેશી વર્કર્સને બોલાવે છે તે તમામ પાસેથી અભિપ્રાય લેવાના પણ આદેશ આપ્યા હતા. તે વખતે સરકારની દલીલ એવી હતી કે, જો વેજીસ વધારવામાં નહીં આવે તો વિદેશી કર્મચારીઓ વધતા જશે અને અમેરિકનોને નોકરી મળશે નહીં. તાજેતરમાં એવો તર્ક આપવામાં આવ્યો છે કે, નવા કાયદા અને વેજીસના કારણે અમેરિકાના અને વિદેશથી આવતા એમ બંને લોકોને ફાયદો થવાનો છે.

વિદેશી કર્મચારીઓનું શોષણ નહીં થવા દેવાય : બાઈડેન

ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પ્રચાર સમયે જો બાઈડેને જાહેરાત કરી હતી કે, તેમની સરકાર આવશે ત્યારબાદ H1B વિઝાની સંખ્યામાં વધારો કરવામાં આવશે. તે ઉપરાંત વિદેશી અમેરિકામાં આવતા કર્મચારીઓના પગાર અંગે પણ મહત્ત્વના નિર્ણય લેવામાં આવશે. વિદેશથી આવતા કર્મચારીઓને કોઈપણ રીતે શોષણ નહીં થવા દેવાય. સૂત્રોના મતે બાઈડેન દ્વારા વિઝાની સંખ્યામાં પણ વધારો કરવામાં આવે તેવી પૂરતી શક્યતાઓ છે. આ સ્થિતિમાં જોવું રહ્યું કે, હવે બાઈડેન દ્વારા કેવી રીતે ટ્રમ્પના અંતિમ દિવસના શાસન દરમિયાન લેવાયેલા નિર્ણયોનો ઉકેલ લાવવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન