હવે iPhone ની આ એપ હાર્ટ અટેક જેવી ગંભીર બીમારીથી બચાવશે, વધુ જાણવા કરો ક્લિક - Sandesh
  • Home
  • Technology
  • હવે iPhone ની આ એપ હાર્ટ અટેક જેવી ગંભીર બીમારીથી બચાવશે, વધુ જાણવા કરો ક્લિક

હવે iPhone ની આ એપ હાર્ટ અટેક જેવી ગંભીર બીમારીથી બચાવશે, વધુ જાણવા કરો ક્લિક

 | 8:05 pm IST

એપ્પલએ iPhone માટે શરૂ કરેલી નવી એપ હૃદયના દર્દીઓ માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. હવે એપ તે લોકોને પોતાનું સ્વાસ્થ્ય સારું રાખવા માટે મદદ કરશે જે હાર્ટ એટેકથી બચી ગયા છે. ‘કોરી’ નામની આ એપ એપ્પલ કેયરકિટ પ્લેટફોર્મ પર પહેલી કાર્ડિયોલોજી એપ છે અને તે દર્દીઓને હૃદયની બીમારીઓ વિશે અને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પ્રોસેસ વિશેની બધી જાણકારી આપે છે.

આ એપ દ્વારા દર્દીને હાર્ટ અટેક પછી મેડિટેશન, ફોલો અપ એપોઈન્ટમેન્ટ અને લાઈફસ્ટાઈલમાં જરૂરી ફેરફાર કરવા વિશેની બધી જાણકારી આપશે. અમેરિકાની જ્હોન હોપસિંગ યુનિવર્સિટીનાં વિલિયમ યાંગએ કહ્યું કે, આ એપથી દર્દીની પોતાનું ધ્યાન રાખી શકે છે અને એપ પર ઉપલબ્ધ બધી સુવિધાનો લાભ ઉઠાવી શકે છે.

આ એપની મદદથી દર્દી પોતાના મેડિટેશનનુ ટ્રેક કરી શકે છે. તેનાછી તેમને એ પણ જાણકારી મળશે કે તેમને ક્યારે પોતાનું ધ્યાન રાખવું જોઈએ. સાથે આ એપને એપ્પલ વોચથી સિક કરીને હાર્ટ રેટ અને બ્લડ પ્રેશરને મોનિટર કરી શકે છે.