પ્રથમ એપ્રિલથી અમલમાં આવશે ઈન્કમટેક્સના આ નિયમ - Sandesh
  • Home
  • Business
  • પ્રથમ એપ્રિલથી અમલમાં આવશે ઈન્કમટેક્સના આ નિયમ

પ્રથમ એપ્રિલથી અમલમાં આવશે ઈન્કમટેક્સના આ નિયમ

 | 3:07 pm IST

નાણાપ્રધાન અરુણ જેટલીએ પ્રથમ ફેબ્રુઆરી 2018એ સામાન્ય બજેટમાં વેરા તેમજ અન્ય બાબતો અંગે જાહેરાતો કરી હતી. આ પૈકી મોટા ભાગની જાહેરાતો એક એપ્રિલ 2018થી અમલમાં આવનાર છે, જે નીચે મુજબ છે.

સ્ટાન્ડર્ડ ડિડકશનઃ કેન્દ્રના નાણાપ્રધાન અરુણ જેટલે સામાન્ય બજેટમાં પગારદારો તથા પેન્શનદારોને રૂ. 40,000ના સ્ટાન્ડર્ડ ડિડકશનનો લાભ આપવાની જાહેરાત કરી હતી. આ સાથે વાહનભાડું ભથ્થું અને રૂ. 15,000 સુધીના મેડિકલ રિયબર્સ જેવા લાભ પાછા ખેંચી લીધા છે.

સેસમાં વધારોઃ વ્યક્તિગત કરદાતાઓ માટે ઈન્કમ ટેક્સ પરનો સેસ વધારી ચાર ટકા કરાયો છે. વ્યક્તિ જેટલો વેરો ચુકવશે, વેરા પર વધારાનો ચાર ટકા સેસ પણ ભરવો પડશે.

લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સઃ એક વર્ષના હોલ્ડિંગ સાથેના શેર અથવા મ્યુચ્યઅલ ફંડ પર એક લાખ કરતાં વધુની કમાણી પર 10 ટકા લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ પહેલી એપ્રિલથી લાગુ પડશે.