ન્યૂજર્સીમાં સ્ટેશન પર ટ્રેન અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત, ૧૦૦થી વધારે ઘવાયાં - Sandesh
  • Home
  • World
  • ન્યૂજર્સીમાં સ્ટેશન પર ટ્રેન અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત, ૧૦૦થી વધારે ઘવાયાં

ન્યૂજર્સીમાં સ્ટેશન પર ટ્રેન અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત, ૧૦૦થી વધારે ઘવાયાં

 | 1:41 am IST

ન્યૂજર્સી, તા. ૨૯

અમેરિકાના ન્યૂજર્સી શહેરમાં ગુરૂવારે સવારે એક ટ્રાન્ઝિટ ટ્રેન અચાનક ર્ટિમનલમાં ધસી આવતા અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા જ્યારે ૧૦૦ કરતા વધુ લોકો ઘવાયા હતા જેમાં ઘણા લોકોની હાલત ગંભીર ગણાવાઈ હતી. ઓચિંતા અકસ્માતમાં મોતનો આંકડો વધવાની દહેશત વ્યક્ત કરાઈ હતી. ન્યૂજર્સીથી મેનહેટન જઈ રહેલી ટ્રેનને સવારના ૮.૩૦ કલાકની આસપાસ અકસ્માત નડયો હોવાથી ઇજાગ્રસ્ત લોકોની સંખ્યા વધી હતી. ‘ટ્રેનની સ્પીડ એટલી હતી કે, તે ટિકિટ બેરિયર તોડીને છેક રિસેપ્શન એરિયા સુધી આવી ગઈ હતી. દરમિયાન ન્યૂજર્સીના હોબોકન રેલવે સ્ટેશનની છત પણ પડી ગઈ હતી.

અંડરગ્રાઉન્ડ ચાલતી ટ્રેનમાં દરરોજ હજારો લોકો પ્રવાસ કરે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ કોઇ આતંકવાદી હુમલો નથી પરંતુ અકસ્માત કારણોની તપાસ કરાઈ રહી છે પરંતુ પ્રાથમિક તારણોને આધારે કહી શકાય કે, આ ટેકનિકલ કારણ હતું. એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે, ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે જેનું કારણ ટ્રેન વધારે સ્પીડમાં હોવાનું પ્રાથમિક તારણ છે. ટ્રેનની ઝડપને કારણે સ્ટેશનની છતને પણ નુકસાન થયું હતું. આનાથી કેટલાક લોકો ફસાઈ ગયા હોવાના પણ અહેવાલ મળ્યા હતા. ઘાયલોને લઈ જવા માટે ૨૦થી વધુ એમ્બ્યુલન્સ દોડાવાઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન