આ બેન્ક રાષ્ટ્રીયકૃત કે ખાનગી નથી અને રૂપિયાની લેવડદેવડ પણ થતી નથી - Sandesh
  • Home
  • Business
  • આ બેન્ક રાષ્ટ્રીયકૃત કે ખાનગી નથી અને રૂપિયાની લેવડદેવડ પણ થતી નથી

આ બેન્ક રાષ્ટ્રીયકૃત કે ખાનગી નથી અને રૂપિયાની લેવડદેવડ પણ થતી નથી

 | 4:04 pm IST

ઉત્તરાખંડના હલદ્વાનીમાં એક બેન્ક સરકારી કે ખાનગી પણ નથી. આ બેન્કમાં રૂપિયાની લેવડદેવડ પણ થતી નથી. આ બેન્કમાં માત્ર લેવડદેવડ થાય છે  તો તે છે ખુશીઓની. આની આ બેન્કનું નામ જ ખુશીઓની બેન્ક છે.

હલદ્વાનીના જ રહેવાસી પ્રવીણ ભટ્ટે આ બેન્કની શરૂઆત કરી છે. કોઈ પણ વ્યક્તિ તેના ઘરનો ભંગાર બેન્કમાં જમા કરાવી શકે છે. આ ભંગારમાં વસ્ત્રો, પગરખાં, ચંપલ અને રમકડા સહિતની દરેક ચીજવસ્તુનો સમાવેશ થાય છે.

આ રીતે જમા થયેલો સામાન ગરીબોમાં વહેંચી દેવાય છે અને જરૂરિયાત ધરાવતા લોકો તેનો ઉપયોગ કરે છે. બેન્કમાં જમા કરાયેલી ચીજવસ્તુઓની ગરીબોમાં વહેંચી દેવામાં આવે છે. ગરીબો બેન્કમાં આવી તેમની જરૂરિયાત પ્રમાણેની ચીજો પસંદ કરી લઈ જાય છે. પ્રવીણ ભટ્ટના જણાવ્યા અનુસાર તેઓ ગરીબ વિદ્યાર્થીઓને અભ્યાસમાં પણ મદદ કરે છે. અત્યાર સુધી 12 હજાર જેટલા લોકોએ તેમની બેન્કનો લાભ લીધો છે.

પ્રવીણે વધુમાં જણાવ્યુ હતું કે લોકો પણ તેમને તેમના આ કામમાં ખુબ જ મદદ કરે છે અને બિનજરૂરી તેમજ નિરૂપયોગી ચીજો બેન્કમાં જમા કરાવી જાય છે. જરૂરિયાત પ્રમાણેની ચીજવસ્તુઓ લઈ જવા માટે કોઈ જ ચાર્જ વસુલ કરાતો નથી.