સરકારી જમીનો મળશે સસ્તી, આગામી 10 દિવસમાં આવશે નવી જમીન પોલિસી! - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સરકારી જમીનો મળશે સસ્તી, આગામી 10 દિવસમાં આવશે નવી જમીન પોલિસી!

સરકારી જમીનો મળશે સસ્તી, આગામી 10 દિવસમાં આવશે નવી જમીન પોલિસી!

 | 7:01 pm IST

રાજ્ય સરકારની નવી જમીન મૂલ્યાંકન પોલિસીને કેબિનેટ બેઠકમાં મંજૂરી મળી ગઇ છે. જેની જાહેરાત આગામી દસ દિવસમાં કરવામાં આવશે. આ કારણે નક્કી છે કે 2011ની જમીન મૂલ્યાંકન પોલિસીમાં મોટા પ્રમાણમાં ફેરફાર થશે. જૂની પોલિસી સામે સરકારને 8 વર્ષમાં ઢગલાબંધ અરજીઓ મળી હતી.

આ પોલિસીને કારણે બજાર ભાવ કરતા પણ સરકારી જમીનો મોંઘી મળી રહી છે. આ કારણે સમાજિક અને સેવાભાવી સંસ્થાઓ, શાળાઓ, છાત્રાલયો, ધર્માદા હૉસ્પિટલ્સ અને કૉમ્યુનિટી હોલ માટે જમીન ખરીદી શકાતી નથી. જો કે નવી પોલિસી પ્રમાણે સરકારી જમીનો સસ્તી થશે. રાજ્ય સરકારે જૂની પોલિસીમાં મોટા પ્રમાણમાં ફેરફાર કર્યા છે. આ નવી પોલિસી ગુજરાતમાં આવેલી તમામ સરકારી જમીનો માટે લાગુ પડશે. આ કારણે સરકારી જમીનો બજાર કિંમતે અથવા તેનાથી સસ્તી કિંમતે મળી રહેશે. નવી પોલિસી જાહેર થતા હજુ 10 દિવસ જેટલો સમય લાગી શકે છે.

તો પોલિસીમાં રહેલી કેટલીક ખામીઓને કારણે સરકારી જમીનની ખરીદીમાં પણ ગેરરીતિ થતી હતી. નવી પોલિસીનાં કારણે તેના પર અંકુશ આવશે.