12 વર્ષ પછી Nokia 3310ની ધમાકેદાર રિએન્ટ્રી, કિંમત છે માન્યામાં ન આવે એવી - Sandesh
NIFTY 10,526.20 -22.50  |  SENSEX 34,331.68 +-63.38  |  USD 65.6275 -0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • 12 વર્ષ પછી Nokia 3310ની ધમાકેદાર રિએન્ટ્રી, કિંમત છે માન્યામાં ન આવે એવી

12 વર્ષ પછી Nokia 3310ની ધમાકેદાર રિએન્ટ્રી, કિંમત છે માન્યામાં ન આવે એવી

 | 3:48 pm IST

આ વર્ષે યોજાયેલી મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસમાં નોકિયા 3310 નવા અવતારમાં લોન્ચ થઈ ગયો છે. ભારતમાં એનું વેચાણ 18મેથી શરૂ થઈ જવાનું છે અને આ તારીખ પછી એ લગભગ તમામ મોબાઇલ સ્ટોર્સ પર ઉપલબ્ધ હશે. આ મોબાઇલસેટની કિંમત 3310 રૂ. હશે. 3310 નોકિયાના સૌથી જૂના અને સફળ ફોનમાંથી એક છે. આમાં નવા અનેક ફિચર્સ પણ ઉમેરવામાં આવ્યા છે અને તે અનેક કલર્સમાં પણ ઉપલબ્ધ હશે.

કંપનીએ આપેલી માહિતી પ્રમાણે ફોન લાલ, ડાર્ક બ્લુ, પીળા અને ગ્રે રંગમાં મળશે. આ નવો ફોન ડ્યુઅલ સીમ હશે અને એ 2.5G હશે. આ સિવાય કંપનીનો દાવો છે કે ફોનમાં 1200 mAHની બેટરી હશે જે જોરદાર બેકઅપ આપશે. ફોનની બેટરી એકવાર ચાર્જ થયા પછી 22 કલાકનો બેકઅપ આપશે. આ ફોનના જૂના વર્ઝનમાં કેમેરો નહોતો પણ નવા ફોનમાં કેમેરો આપવામાં આવશે. એમાં 2 મેગાપિક્સેલનો રિયર કેમેરા હશે તેમજ LED ફ્લેશ પણ હસે. આ સિવાય બ્લુટુથ તેમજ યુએસબી કનેક્ટ ઓપ્શન પણ હશે. આ ફોનનો ડિસ્પ્લે 2.4 ઇંચનો હશે. આ ફોનની ઇન્ટરનલ સ્ટોરેજ કેપેસિટી 16 MBની છે તેમજ એક્સટર્નલ સ્ટોરેજ મારફતે એ 32 GB સુધી વધારી શકશે.

એક અંદાજ પ્રમાણે આ ફોનના આખી દુનિયામાં 126 મિલિયન યુનિટ્સ વેચાશે એવા અનુમાન છે. આ હેન્ડસેટને 2005માં બંધ કરી દેવામાં આવ્યો હતો. એક ભારતીય રિટેઇલર વેબસાઇટ OnlyMobiles.comએ આ સેટની પ્રી બુકિંગ એપ્રિલ મહિનામાં જ શરૂ કરી દીધી. કંપનીએ એને 3,899 રૂ.માં પોતાની વેબસાઇટ પર લિસ્ટેડ કર્યો હતો.