New Mexico Coronavirus Third Highest Death Toll in World
  • Home
  • World
  • મેક્સિકોમાં 688 લોકોનાં મોત : મૃત્યુનાં સંદર્ભમાં યુકેને પછાડી વિશ્વમાં ત્રીજા ક્રમે

મેક્સિકોમાં 688 લોકોનાં મોત : મૃત્યુનાં સંદર્ભમાં યુકેને પછાડી વિશ્વમાં ત્રીજા ક્રમે

 | 6:50 am IST

। વોશિંગ્ટન  ।

અમેરિકા, બ્રાઝિલ પછી મેક્સિકો પણ કોરોનાની મહામારીનું હોટસ્પોટ બન્યું છે. અહીં શુક્રવારે એક જ દિવસમાં ૬૮૮ લોકોનાં મોત થયા હતા. આમ કુલ મૃત્યુઆંકનાં સંદર્ભમાં હવે તે યુકેને પછાડીને વિશ્વમાં ત્રીજા ક્રમે પહોંચ્યું હતું. અમેરિકામાં મૃત્યુનો કુલ આંકડો ૧,૫૬,૮૧૩ થયો હતો જ્યારે બ્રાઝિલમાં ૯૨,૫૬૮ અને મેક્સિકોમાં ૪૬૬૮૮ પર પહોંચ્યો હતો. યુકેમાં ૪૬૧૧૯નાં મોત નોંધાયા હતા.

અમેરિકાનાં વેકિસન નિષ્ણાત એન્થની ફૌસીએ જણાવ્યું હતું કે અમેરિકાનાં લોકોને વહેલામાં વહેલા આ વર્ષનાં અંત સુધીમાં અથવા તો ૨૦૧૨ની શરૂઆતમાં કોરોનાની વેક્સિન મળી જશે. રશિયા અને ચીન દ્વારા વહેલી વેકિસન વિકસાવવામાં આવી શકે છે તેવા અહેવાલો અંગે તેમણે આશંકા વ્યક્ત કરી હતી. ફૌસીએ કહ્યું હતું કે ચીન કે રશિયા દ્વારા વહેલી વેકિસન બનાવવામાં આવે તો પણ અમેરિકા બીજા દેશની વેક્સિનનો ઉપયોગ કરશે તેવું મને લાગતું નથી. અમેરિકાએ પ્રાયોગિક ધોરણે સનોફી તેમજ ગ્લેક્સો સ્મિથક્લાઈન પાસેથી ૧૦ કરોડ વેક્સિન ખરીદવા ઓર્ડર આપ્યો છે.

આખા વિશ્વમાં કોરોનાનાં ૧,૧૨,૧૪,૪૭૪ દર્દીઓ સાજા થયા

આખા વિશ્વમાં કોરોનાનાં ૧,૧૨,૧૪,૪૭૪ દર્દીઓ સારવાર પછી સાજા થયા હતા જ્યારે કુલ સંક્રમિતોને આંકડો ૧,૭૮,૨૨,૧૦૨ થયો હતો. કોરોનાને કારણે ૬,૮૪,૧૩૭ લોકોએ જીવ ગુમાવ્યો હતો. ૫૯, ૨૩, ૪૯૧ દર્દીઓ હજી કોરોનાની એક યા બીજી રીતે સારવાર લઈ રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં દુનિયામાં કોરોનાનાં નવા ૨,૮૯, ૩૨૮ કેસ બહાર આવ્યા હતા જ્યારે ૬૪૨૯નાં મોત થયાં હતાં.

કોરોના કાર્ડ

  • અમેરિકામાં એક જ દિવસમાં કેલિફોર્નિયામાં સૌથી વધુ ૨૮૮નાં મોત
  • બ્રાઝિલમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા ૫૨૩૮૩ કેસ નોંધાયા
  • રશિયામાં ઓક્ટોબરથી મોટાપાયે વેક્સિન કાર્યક્રમ હાથ ધરાશે
  • ઓસ્ટ્રેલિયામાં આકરા પ્રતિબંધો ચાલુ રખાશે
  • બ્રિટનમાં હજી બે અઠવાડીયા સુધી લોકોને પ્રતિબંધોમાં રાહત આપવામાં આવશે નહીં.
  • આર્જેન્ટિનામાં ૧૬ ઓગસ્ટ સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે.
  • જાપાનનાં ઓકિનાવા ટાપુ પર ઈમરજન્સી લાગુ કરાઈ છે.
  • ચીનમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાનાં નવા ૪૫ કેસ સામે આવ્યા છે. જેમાં ૩૯ કેસ લોકલ ટ્રાન્સમિશનનાં છે.

આ વીડિયો પણ જુઓ : વિશ્વના સૌથી મોટા હેકાથોનમાં મૂલાકાત કરશે PM મોદી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન