આવી ગયો છે Miનો નવો ફોન, ખાસિયતો જબરદસ્ત અને કિંમત એકદમ રિઝનેબલ – Sandesh
NIFTY 10,360.40 -18.00  |  SENSEX 33,703.59 +-71.07  |  USD 64.7950 +0.59
1.6M
1M
1.7M
APPS
 • Home
 • Technology
 • આવી ગયો છે Miનો નવો ફોન, ખાસિયતો જબરદસ્ત અને કિંમત એકદમ રિઝનેબલ

આવી ગયો છે Miનો નવો ફોન, ખાસિયતો જબરદસ્ત અને કિંમત એકદમ રિઝનેબલ

 | 4:19 pm IST

ચીની ટેકનોલોજી દિગ્ગજ કંપની શાઓમીએ એક ખાસ ઇવેન્ટમાં પોતાનું ફ્લેગશિપ મોડલ Mi Mix 2 લોન્ચ કરી દીધું છે. આ સ્માર્ટફોનના ડિસ્પ્લેમાં બેઝલ નથી એટલે કે એમાં કોઈ બોર્ડર નહીં હોય. આ પહેલાં પણ કંપનીએ Mi Mix લોન્ચ કરી હતી. આ Mi Mix 2ની શરૂઆતની કિંમત 3,299 યુઆન (અંદાજે 32,000 રૂ.) છે. આમાં 6GB રેમ અને 64GB ઇન્ટરનલ મેમરી મળશે બીજા વેરિઅન્ટની કિંમત 3,599 યુઆન (અંદાજે 35,000 રૂ.) છે. એમાં 6GB રેમ સાથે 128GBની ઇન્ટરનલ મેમરી હશે. આ સિવાય 6GB રેમ અને 256GB ઇન્ટરનલ મેમરીવાલા મોડલની કિંમત 3,900 યુઆન (અંદાજે 38,000 રૂ.) છે. Mi Mix 2 સ્પેશિયલ એડિશનમાં 8GB રેમ સાથે 128GBની ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે જેની કિંમત લગભગ 4,699 યુઆન (અંદાજે 46072 રૂ.) છે.

Mi Mix 2 જુના સ્માર્ટફોનની સરખામણીમાં પાતળો છે. તે સુપર બ્લેક કલરના વેરિઅન્ટમાં મળશે. આમાં ફ્રન્ટ અને રિયર કેમેરા પર 18K ગોલ્ડ પ્લેટેડ રિંગ હશે.

આ સ્માર્ટફોનની મોટી ખાસિયતો

 • 5.99 ઇંચનો ડિસ્પ્લે
 • સ્પેશિયલ એડિશનની બોડી છે સિરેમિકની
 • ક્વોલમકોલનું હાઇ એન્ડ પ્રોસેસર Snapdragon 835
 • Mi 6નો સ્માર્ટકેમેરા
 • 12 મેગાપિક્સેલનું સોની સેન્સર
 • MI Mix 2 સ્પેશિયલ એડિશનમાં હિડન સ્પીકર અને પ્રોક્સિમિટી સેન્સર
 • Mi Mix 2 માં 3,400mAhની બેટરી
 • ક્વિકચાર્જ 3.0 સપોર્ટ