ગુજરાત સરકારના નવા મંત્રીઓ: બે મંત્રી 4 ચોપડી ભણેલા, જયેશ રાદડિયા સૌથી યુવા મંત્રી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ગુજરાત સરકારના નવા મંત્રીઓ: બે મંત્રી 4 ચોપડી ભણેલા, જયેશ રાદડિયા સૌથી યુવા મંત્રી

ગુજરાત સરકારના નવા મંત્રીઓ: બે મંત્રી 4 ચોપડી ભણેલા, જયેશ રાદડિયા સૌથી યુવા મંત્રી

 | 10:57 am IST
  • Share

ગુજરાત સરકારનાં નવાં મંત્રીમંડળમાં સૌથી નાની વયના કેબિનેટ મંત્રી તરીકે શપથ લેનારામાં જયેશ રાદડિયાનો સમાવેશ થાય છે. રાદડિયાની વય ૩૫ વર્ષ છે. જ્યારે સૌથી વૃદ્ધ મંત્રી રાજ્યકક્ષાના મંત્રી વલ્લભ કાકડિયા છે, જેઓ ૭૨ વર્ષના છે. ૫૦ વર્ષ કે તેથી ઓછી વયના મંત્રી માંડ ત્રણ છે. જેમાં જયેશ રાદડિયા ઉપરાંત ગણપત વસાવા અને શંકર ચૌધરીનો સમાવેશ થાય છે. બાકી ૨૦ મંત્રી આધેડ વયના છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલની ઉંમર ૬૦ વર્ષના છે. નવા મંત્રીમંડળમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમા (૬૬ વર્ષ), ગણપત વસાવા (૪૫ વર્ષ), ચીમનભાઈ સાપરિયા (૬૧ વર્ષ), બાબુભાઈ બોખરિયા (૬૩ વર્ષ), આત્મારામ પરમાર (૬૪ વર્ષ), દીલીપકુમાર ઠાકોર (૫૭ વર્ષ), જયેશકુમાર રાદડિયા (૩૫ વર્ષ), શંકર ચૌધરી (૪૬ વર્ષ), પ્રદીપસિંહ જાડેજા (૫૪ વર્ષ), જયંતીભાઈ કવાડિયા (૫૬ વર્ષ), નાનુભાઈ વાનાણી (૬૦ વર્ષ), પરષોતમ સોંલકી (૫૫ વર્ષ), જશાભાઈ બારડ (૬૪ વર્ષ), બચુભાઈ ખવાડ (૬૧ વર્ષ), જયદ્રથ પરમાર (૫૨ વર્ષ), ઈશ્વરસિંહ પટેલ (૫૧ વર્ષ), વલ્લભ કાકડિયા (૭૨ વર્ષ), રાજેન્દ્ર ત્રિવેદી (૬૨ વર્ષ), કેશાજી ચૌહાણ (૫૪ વર્ષ), રોહિત પટેલ (૬૭ વર્ષ), વલ્લભ વઘાસિયા (૬૧ વર્ષ), નિર્મલાબેન વઘાવાણી (૫૨ વર્ષ), શબ્દ સરણભાઈ તડવી (૫૩ વર્ષ)નો સમાવેશ થયો છે.

કોણ કેટલું ભણેલું: બે મંત્રી ૪ ચોપડી ભણેલા, ૧૭ ગ્રેજ્યુએટ
ગુજરાતના નવા મંત્રીમંડળમાં બે મંત્રી જયંતી કવાડિયા અને વલ્લભ કાકડિયા માંડ ચાર ચોપડી પાસ છે. મંત્રી નાનુ વાનાણી પાંચ ચોપડી ભણેલા છે. ૧૭ મંત્રીઓએ કોલેજ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. રાજ્યકક્ષાના મહિલા મંત્રી ડો. નિર્મલાબહેને એમબીબીએસ, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બીએ, એલએલબી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ગ્રેજ્યુએટ, કેબિનેટ મંત્રીઓમાં એલએલબી સુધીનો અભ્યાસ કર્યો હોય તેવા મંત્રીમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, આત્મારામ પરમાર સામેલ છે. ગણપત વસાવાએ એમએનો અભ્યાસ કર્યો છે. રાજ્યકક્ષાના મંત્રી બચુ ખાબડ એસવાયબીએ સુધી ભણેલા છે. વલ્લભ વઘાસિયા પણ એસવાયબીએ, મંત્રી પ્રદીપસિંહ બીએસસી ભણેલા છે. ડિગ્રીને લઈ ખૂબ વિવાદમાં રહ્યા હોય તેવા મંત્રી શંકર ચૌધરીએ એમબીએનો અભ્યાસ કર્યો હોવાનું દર્શાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન