New Mutation Found In Coronavirus, Here Is What Says The Report
  • Home
  • Corona
  • COVID-19નો સામનો કરી રહેલી દુનિયાની વધી ચિંતા, કોરોનાનું ભયંકર નવું રૂપ આવ્યું સામે

COVID-19નો સામનો કરી રહેલી દુનિયાની વધી ચિંતા, કોરોનાનું ભયંકર નવું રૂપ આવ્યું સામે

 | 3:50 pm IST

રિસર્ચર્સની એક આંતરરાષ્ટ્રિય ટીમને કોરોના વાયરસ મામલે નવી જાણકારી હાથ લાગી છે. ગ્લોબલ સ્ટડીમાં સામે આવ્યું છે કે કોરોના વાયરસનાં નવા રૂપમાં વધારે ઝડપથી લોકોને સંક્રમિત કરવાની ક્ષમતા છે અને અત્યારે કોરોનાનાં આ જ રૂપથી મોટાભાગનાં લોકો સંક્રમિત થઈ રહ્યા છે. રિપોર્ટ પ્રમાણે રિસર્ચર્સનું કહેવું છે કે કોરોના વાયરસનું નવું રૂપ યૂરોપથી અમેરિકામાં પહોંચ્યું.

પહેલાનાં મ્યૂટેશનની સરખામણીએ વધારે સંક્રમણ ફેલાવે છે

નવા મ્યૂટેશનમાં સંક્રમણ ફેલાવાની વધારે ક્ષમતા છે. જો કે કોરોનાનું બીજુ રૂપ પોઝિટિવ થયેલા લોકોને પહેલાવાળા મ્યૂટેશનનાં મુકાબલે વધારે બીમાર નથી કરતુ. હવે રિસર્ચર્સ એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે કોરોના વાયરસનાં નવા રૂપને વેક્સિનથી કાબૂ કરી શકાય છે કે નહીં. અત્યાર સુધી જે વેક્સિન પર કામ ચાલી રહ્યું છે તે કોરોના વાયરસનાં જૂના વર્ઝનનાં આધારે જ થઈ રહ્યું છે.

નવું મ્યૂટેશન સંક્રમિત લોકોમાં વધારે જોવા મળ્યું

રિસર્ચર્સે નવા મ્યૂટેશનને G614 નામ આપ્યું છે. Cell નામનાં જર્નલમાં આ સ્ટડી પ્રકાશિત થઈ છે. સ્ટડી દરમિયાન જાણવા મળ્યું કે સંક્રમિત થનારા લોકોમાં વાયરસનાં નવા મ્યૂટેશનનો દબદબો છે. બ્રિટનની ડ્યૂક યૂનિવર્સિટીનાં ડેવિડ મૉન્ટેફિઓરે કહ્યું કે અમને તપાસમાં જાણવા મળ્યું છે કે G614 જૂના D614થી 3થી 9 ઘણો વધારે સંક્રામક છે.

ધીરેધીરે આખી દુનિયામાં ફેલાઈ રહ્યો છે G614

લૉસ એલમૉસ નેશનલ લેબનાં બાયોલૉજિસ્ટ બેટ્ટે કૉર્બરે કહ્યું કે વૈશ્વિક ડેટા એ જણાવે છે કે G614 નામનો કોરોના વાયરસ જૂના D614થી વધારે ઝડપથી ફેલાઈ રહ્યો છે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે એક માર્ચથી પહેલા G614 યૂરોપથી બહાર નહોતો જોવા મળી રહ્યો, પરંતુ હવે તે આખી દુનિયામાં ફેલાઈ ગયો છે.

આ વિડીયો પણ જુઓ: સુરત કોરોનાના કેસ વધતા CMની મહત્વપૂર્ણ બેઠક,આરોગ્ય સચિવ, SMCની ટીમ સાથે બેઠકમાં ચર્ચા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન