New Oil and Gas Basin Kutch Offshore: India's eighth producing basin
  • Home
  • Bhuj
  • કચ્છના આ વિસ્તારમાં ખનીજતેલનો ભંડાર, 2020 સુધીમાં ઉત્પાદન શરૂ, વાર્ષિક આટલું ક્રૂડ મળશે!

કચ્છના આ વિસ્તારમાં ખનીજતેલનો ભંડાર, 2020 સુધીમાં ઉત્પાદન શરૂ, વાર્ષિક આટલું ક્રૂડ મળશે!

 | 8:25 am IST

ગુજરાત માટે આનંદના સમાચાર છે કે કચ્છની ધરતી ખનીજોથી સમૃદ્ધ છે. ખનીજોથી દટાયેલ કચ્છના પાતાળમાં આગામી વર્ષોમાં વિકાસનો નવો અધ્યાય લખાશે તેવા સંજોગો દેખાઇ રહ્યાં છે.

વાત એમ છે કે ઓફશોર પ્રોજેક્ટ અંતર્ગત પેટ્રિલયમનું ઉત્પાદન શકય બની શકે છે. ડ્રિલિંગ માટે અબડાસાનો દરિયાકાંઠો પસંદ કરાય તેવી શકયતા છે. અબડાસાની દરિયા પટ્ટીના 100 કિલોમીટર ઓફશોર એરિયામાં 2020 સુધીમાં પેટ્રોલિયમનું ઉત્પાદન શરૂ થાય તેમ જાણવા મળ્યું છે. આ ઓફશોર બેઝિનમાંથી 50 હજાર મેટ્રિક ટન્સ ઓઇલ મળવાની શકયતાઓ છે. તેમજ પેટ્રોલિયમની સાથે નેચરલ ગેસનું પણ ઉત્પાદન થાય તેવી સંભાવના છે તેમ દિલ્હી ખાતે ચાલી રહેલાં ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનના સેમિનારમાં નાવા ઓફશોર ડ્રિલિંગ અંગે જાહેરાત કરાઇ હતી.

કચ્છ આઠમું ઉત્પાદન ઓફશોર બેઝિન હશે

નિષ્ણાતોના કહેવા મુજબ હવેનું આઠમું ઉત્પાદક ઓફશોર બેઝિન કચ્છ હશે. અહીં અંદાજીત ગેસ અને તેલ ઓછું છેપરંતુ ટેકનોલોજીને દ્રષ્ટિએ તેનું ડ્રિલિંગ કરવું સરળ છે. આ સેમિનારમાં કચ્છ યુનિવર્સિટીના હેડ સહિતના લોકો હાજર રહ્યાં હતા.

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ઘણી વખત ચર્ચા થઇ ચૂકી છે કે કચ્છ ખનીજોથી ભરપૂર છે. અગાઉ પણ વાત સામે આવી હતી કે તેલ અને ગેસનો જથ્થો કચ્છના અખાતમાંથી હાથ લાગ્યો છે. ભારતના 26 જળકૃત અખાતમાંથી માત્ર સાતમાં જ ઉત્પાદન થઈ રહ્યું છે. છેલ્લે 1985ની સાલમાં કાવેરી અખાતમાંથી ઉત્પાદન શરૂ થયું હતું.