The new party will be formed by Captain Amarinder Singh
  • Home
  • Featured
  • કેપ્ટન અમરિંદર સિંહે રાજકારણને લઈને લીધો ચોંકાવનારો નિર્ણય

કેપ્ટન અમરિંદર સિંહે રાજકારણને લઈને લીધો ચોંકાવનારો નિર્ણય

 | 10:18 pm IST
  • Share

  • સીએમ પદેથી રાજીનામું આપ્યા બાદ નારાજ હતા કેપ્ટન
  • આગામી ચૂંટણીમાં ભાજપ સાથે ગઠબંધનના આપ્યા સંકેત
  • ટૂંક સમયમાં નવી પાર્ટીના નામ અંગે કરશે સત્તાવાર જાહેરાત

પંજાબના સીએમ પદ પરથી રાજીનામું આપ્યા બાદ કેપ્ટન અમરિંદર સિંહે કોંગ્રેસથી અલગ થવાનો નિર્ણય લીધો છે. કેપ્ટન અમરિંદર સિંહે નવી રાજકીય પાર્ટી બનાવવાની જાહેરાત કરી છે. આ વાતની જાણકારી કેપ્ટન અમરિંદર સિંહના મીડિયા સલાહકાર રવીન ઠુકરાલે ટ્વીટ કરીને આપી છે.

નોંધનિય છે કે, કેપ્ટન અમરિંદર અને હાલમાં પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલતો હતો. ત્યાર બાદ કેપ્ટને પંજાબના સીએમ પદ પરથી રાજીનામું આપી દીધુ હતું.

પંજાબમાં ચાલી રહેલ રાજકીય દંગલ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યુ. ગયા મહિને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ કેપ્ટન અમરિંદર સિંહે હવે કોંગ્રેસથી અલગ થવાની ઔપચારિક જાહેરાત કરી છે. મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું ત્યારથી જ કેપ્ટન કોંગ્રેસથી અલગ થવાની વાત કરી રહ્યા હતા, પરંતુ મંગળવારે તેમણે નવા રાજકીય પક્ષની રચનાની જાહેરાત કરી છે.

ખેડૂતોના હિતો માટે કામ કરશે

કેપ્ટન અમરિંદરના મીડિયા સલાહકાર રવિન ઠુકરાલે નવી પાર્ટીની જાહેરાત અંગે ટ્વિટ કર્યું. કેપ્ટન અમરિંદરને ટાંકીને લખ્યું, પંજાબના ભવિષ્ય માટે લડાઈ ચાલુ છે. હું ટૂંક સમયમાં મારા રાજકીય પક્ષની જાહેરાત કરીશ જે પંજાબ, તેના લોકો અને ખેડૂતોના હિતો માટે કામ કરશે જેઓ એક વર્ષથી વધુ સમયથી તેમના અસ્તિત્વ માટે લડી રહ્યા છે.

ભાજપ સાથે ગઠબંધન તરફ પણ ઈશારો કર્યો

કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે ગઠબંધન તરફ પણ ઈશારો કર્યો. તેમણે કહ્યું કે જો ખેડૂતોનો મુદ્દો ઉકેલાય તો વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સાથે ગઠબંધન થઈ શકે છે. કેપ્ટને કહ્યું કે, જો ખેડૂતોના આંદોલનનો ઉકેલ ખેડૂતોના હિતમાં મળે તો 2022માં પંજાબ વિધાનસભાની ચૂંટણી માટે સિટિંગ એરેજમેન્ટને લઈને આશા રાખી શકાય. આ સાથે, અકાલી દળથી અલગ થઈ ગયેલા સમાન વિચારધારા ધરાવતી પાર્ટી જેમ કે ઢીંઢસા અને બ્રહ્મપુરા જૂથો સાથે પણ ગઠબંધનનો રસ્તો જોવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો