New Research On Corona Virus, Infect You Only For 10 Minutes
  • Home
  • Corona
  • …તો તમે માત્ર 10 મિનિટમાં જ કોરોનાનો શિકાર બની જશો!, સામે આવ્યો ચોંકાવનારો રિપોર્ટ

…તો તમે માત્ર 10 મિનિટમાં જ કોરોનાનો શિકાર બની જશો!, સામે આવ્યો ચોંકાવનારો રિપોર્ટ

 | 12:13 pm IST

કોરોના વાયરસના સમયમાં ઘરમાં રેહવું સૌથી સુરક્ષિત છે. કેમ સરકાર, ડૉકટર અને વૈજ્ઞાનિક સોશિયલ ડિસ્ટેંસિંગની વાત કરી રહ્યા છે. કારણ કે જેટલું અંતર રાખીશું તેટલાં જ સુરક્ષિત રહીશું. કોવિડ-19થી લડવા અને તેને હરાવા માટે તેનાથી શ્રેષ્ઠ ઉપાય દુનિયામાં બીજો કોઇ નથી.

તમારા શરીરમાંથી નીકળતા દ્રવ્યના ટીપા જેમકે છીંક અને ઉધરસના છીદ્રો, બોલતા સમયે નીકળતું થૂંક, શ્વાસ લેતા સમયે પણ ખૂબ જ નાનકડા કણો હવામાં નીકળે છે. તેના લીધે સ્વસ્થ વ્યક્તિ કોરોના વાયરસથી પીડિત થઇ શકે છે.

એક નવા અભ્યાસમાં સામે આવ્યું છે કે ઉધરસ અને છીંક સહિત અન્ય માધ્યમોથી તમારા શરીરમાંથી નીકળતા દ્રવ્યો તમને દસ મિનિટમાં કોરોના વાયરસથી સંક્રમિત કરી શકે છે. મેસાચ્યુસેટ્સ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક એરિન બ્રોમેજે એક નવી ફોર્મ્યુલા બતાવી છે. તેમના મતે કોરોના વાયરસનું સંક્રમણ તમને કેટલું સંક્રમિત કરે છે એ તમને સંક્રમિત કરેલ જગ્યા પર કેટલો સમય પસાર કરો છો તેના પરથી થશે.

એરિન બ્રોમેજ એ કહ્યું કે મેં સામાન્ય વાતચીત અને સામાન્ય પરિસ્થિતિઓમાં શ્વાસ લેતા સમયે થનાર સંક્રમણ પર અભ્યાસ કર્યો છે. જો એક સ્વસ્થ વ્યક્તિ કોઇ કોરોના સંક્રમિત વ્યક્તિની સાથે સોશિયલ ડિસ્ટેંસિંગ મેઇન્ટેન કરતા નથી તો સંક્રમણ 10 મિનિટમાં થઇ શકે છે.

એરિને કહ્યું કે માની લો કે જો કોઇ વ્યક્તિ સામાન્ય રીતે શ્વાસ લેતા સમયે દર મિનિટે 20 બૂંદો નીકાળે છે તો કોરોના વાયરસના કેસમાં તે 1000 બૂંદો નીકાળશે. જો ત્યાં કોઇ સ્વસ્થ વ્યક્તિ છે તો તે આગળની 10 મિનિટમાં આ વાયરસની ઝપટમાં આવી જશે.

એરિને કહ્યું કે વાતચીતમાં શ્વાસ લેવાની સરખામણીમાં 10 ગણી વધુ બૂંદો નીકાળે છે એટલે કે દર મિનિટે 200 બૂંદો એટલે કે કોરોના સંક્રમિત વ્યક્તિ વાતચીત દરમ્યાન 10 હજાર વાયરસવાળા બૂંદો હવામાં પાસ કરશે. આથી સંક્રમણનો ખતરો વધી જાય છે.

એરિને કહ્યું કે અમે એક અભ્યાસમાં વાંચ્યું હતું કે કોરોના વાયરસ કોવિડ-19નો વાયરસ 14 મિનિટ સુધી હવામાં તરતો રહે છે. જો તમે કોઇ સંક્રમિત વ્યક્તિની સામે બેસીને 10 મિનિટ પણ વાત કરી લો છો તો તમે પણ આ દસ મિનિટમાં સંક્રમિત થઇ જશો.

આ વીડિયો પણ જુઓ : લોકડાઉન – 4માં છૂટછાટ મળતા અમદાવાદમાં લોકોની ભીડ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન