હવે 10 દિવસમાં મળશે PFના પૈસા અને ઉકેલાશે પેન્શન તેમજ વીમાના દાવાઓ - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • હવે 10 દિવસમાં મળશે PFના પૈસા અને ઉકેલાશે પેન્શન તેમજ વીમાના દાવાઓ

હવે 10 દિવસમાં મળશે PFના પૈસા અને ઉકેલાશે પેન્શન તેમજ વીમાના દાવાઓ

 | 3:19 pm IST

કર્મચારી ભવિષ્ય નીધિ સંગઠન (ઇપીએફઓ)એ પીએફ કાઢવા માટેની તેમજ પેન્શન અને વીમા જેવા દાવાઓના ઉકેલ માટે નિર્ધારિત સમયસીમા 20 દિવસથી ઘટાડીને 10 દિવસ કરી નાખી છે. ઉલ્લેખનીય છે કે ઇપીએફઓએ 2015ના જુલાઈ મહિનામાં આ દાવાઓના ઉકેલ માટેની સમયસીમા ઘટાડીને 20 દિવસ કરી નાખી હતી. પોતાના ચાર કરોડ સભ્યોને આપવામાં આવનારી સુવિધામાં સુધાર કરવાના ઇરાદા સાથે આ પગલું લેવામાં આવ્યું છે.

એકમે 1 મે, 2017થી ઓનલાઇન દાવાઓનો ઉકેલ કરવાનું શરૂ કર્યું છે. એકમ તો નજીકના ભવિષ્યમાં આધાર અને બેંક ખાતા સાથે જોડાયેલા ઇપીએફ ખાતા સાથે જોડાયેલી અરજી મળ્યાના ત્રણ કલાકની અંદર જ દાવાનો ઉકેલ લાવવાની યોજના ઘડી રહ્યું છે. ઇપીએફઓએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ‘દાવાના ઉકેલ માટે સમયસીમા 10 દિવસ તેમજ ફરિયાદોના ઉકેલ માટેની સમયસીમા 15 દિવસ નક્કી કરવામાં આવી છે.’

શ્રમમંત્રી બંડારુ દત્તાત્રેયે 16મેના દિવસે આ મામલે બેંગ્લુરુમાં ઇપીએફઓના ‘સિટીઝન ચાર્ટર’ 207 રજૂ કર્યું હતું. તેમના નિવેનદન પ્રમાણે આ ચાર્ટર ઇપીએફઓ તરફથી પારદર્શકતા તેમજ જવાબદારી લાવવાનો પ્રયાસ છે અને પ્રણાલીને વધારે કુશળ બનાવવાનો પ્રયાસ છે.