new-sim-cards-is-no-longer-needed-to-aadhar-sim-can-be-purchased-from-id-address-proof
  • Home
  • India
  • હવે નવાં સીમકાર્ડ માટે આધાર જરૂરી નહીં, આઈડી-એડ્રેસ પ્રૂફથી સીમ ખરીદી શકાશે

હવે નવાં સીમકાર્ડ માટે આધાર જરૂરી નહીં, આઈડી-એડ્રેસ પ્રૂફથી સીમ ખરીદી શકાશે

 | 2:42 am IST

સુપ્રીમ કોર્ટે સપ્ટેમ્બરમાં સીમકાર્ડ રજિસ્ટ્રેશન માટે આધારની અનિવાર્યતા ખતમ કરવાનો નિર્ણય લીધો છે. એ બાદ સરકારે ટેલિકોમ કંપનીઓને વર્તમાન ગ્રાહક અને નવા ગ્રાહકને જોડાણ આપવા માટે આધાર ઈ કેવાયસી વેરિફિકેશન બંધ કરવા આદેશ કર્યા હતા. એ હેઠળ ટેલિકોમ ડિપાર્ટમેન્ટે ટેલિકોમ કંપનીઓ માટે નવી ગાઇડલાઇન બહાર પાડી છે. ગાઇડલાઇન મુજબ વર્તમાન ગ્રાહકોને નવાં સીમકાર્ડ આપવા માટે કંપનીઓ આધાર ઈ કેવાયસીનો ઉપયોગ કરી શકશે નહીં.

નવી ગાઇડલાઇન મુજબ હવે નવાં સીમકાર્ડનાં રજિસ્ટ્રેશન માટે આધારનો નંબર આપવો જરૂરી નથી. આ કામ હવે આઈડી પ્રૂફ અને એડ્રેસ પ્રૂફ દ્વારા કરી શકાશે. ટેલિકોમ કંપનીઓ હવે ગ્રાહક એક્યુજિશન ફોર્મ દ્વારા વેરિફિકેશન કરશે, તેમાં ગ્રાહકનાં લાઇવ ફોટો અને એડ્રેસપ્રૂફની સ્કેનઇમેજ લગાવવાની હશે.

લાઇવ ફોટો અને એડ્રેસપ્રૂફની સ્કેનઇમેજ લગાવવાની હશે. લાઇવ ફોટોમાં સીએએફ નંબર, જીપીએસ કોર્ડીનેટ, રિટેલ આઉટલેટનું નામ અને યુનિક કોડ વોટરમાર્ક કરવાનો રહેશે. સાથે જ ફોટો પર સમય અને તારીખ સ્ટેમ્પ કરવાનાં રહેશે. ફક્ત ફોટોગ્રાફ જ નહીં પરંતુ તમામ પ્રકારનાં આઇડેન્ટી પ્રૂફ પર પણ ટેલિકોમ ઓપરેટરે વોટરમાર્ક કરવાનાં રહેશે.

સીએએફ ફોર્મમાં માગેલી તમામ જાણકારીને ભરવી જરૂરી રહેશે.  એવાં આઈડીપ્રૂફ કે જેમાં ક્યુઆર કોડ રહે છે, તેને પણ સ્કેન કરી શકાય છે, જો કોઈ ગ્રાહક પોતાનું આધારકાર્ડ આપે તો તેને સ્કેન કરી તેનું નામ, લિંગ, જન્મતારીખને લઈ શકાય છે. ટેલિકોમ કંપનીઓ માત્ર બે સીમકાર્ડ આપી શકશે, એ માટે ગ્રાહકના બીજા નંબર પર મળેલા ઓટીપી હેઠળ ટેલિવેરિફિકેશન કરાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;