કોરોનાનો નવો સ્ટ્રેન વધારે ચેપી, જુના કરતા સાવ અલગ છે નવા લક્ષણ

કોરોનાએ (coronavirus) આપણને સૌને હેરાન પરેશાન કરી દીધા છે. સૌ કોઇ એક જ વસ્તુ ઇચ્છે છે કે હવે તો કોરોના જાય તો સારૂ. જો કે થોડા સમય પહેલા આપણે સૌ હરખાઇ ઉઠ્યા હતા કે હાશ કોરોના હવે કંટ્રોલમાં છે જો કે આ એક ભ્રમ જ હતો તેમ કહી શકાય.
જે રીતે અચાનક કોરોનાની સંખ્યામાં ઉછાળો આવ્યો છે ચિંતાજનક વાત છે આપણા સૌ માટે વધતા વાયરસના કારણે મહારાષ્ટ્રમાં એક અઠવાડિયાનું લોકડાઉન ફરી આવ્યુ છે. જો કે લોકો હજુ સુધી આ વાતને લઇને ગંભીર દેખાતા નથી. હવે તો લોકો માસ્ક વગર ફરતા જોવા મળે છે. કોરોનાના નવા સ્ટ્રેને (new strains) જાણકારોની ચિંતા વધારી દીધી છે.
વાયરસે નવા રૂપ લીધાની થઇ પુષ્ટી
હાલમાં સમાચાર આવ્યા છે કે કોરોનાનું નવુ રૂપ કેટલાક લોકોમાં જોવા મળી રહ્યુ છે. બ્રિટેનથી ભારત આવેલા કેટલાક લોકોમાં આ વાયરસના નવા રૂપના સંક્રમણની પુષ્ટી થઇ છે. જે જાણ્યા પછી આના તરફ ગંભીર થવુ જરૂરી છે.
શું કહે છે તજજ્ઞ?
કોરોનાના નવા સ્ટ્રેનની વાત કરીએ તો વિશેષજ્ઞો અનુસાર આ સ્ટ્રેન પહેલા કરતા વધુ સંક્રમણ ફેલાવે છે. એમ્સના પ્રમુખ ડૉ. રણદીન ગુલેરિયાએ આ વાતની આશંકા વ્યક્ત કરી છે. તમને જણાવી દઈએ કે વધતા જતા કેસોને કારણે અમરાવતી જિલ્લામાં એક સપ્તાહ માટે લોકડાઉન લાગુ કરવામાં આવ્યુ છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું કહેવું છે કે, આગામી 8 દિવસ રાજ્યમાં લોકડાઉન રહેશે ત્યારબાદ અવધી વધારવી કે નહીં તે નક્કી કરાશે. આ ઉપરાંત કેરળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, પંજાબ અને જમ્મુ-કાશ્મીરમાં પણ કોરોના કેસમાં વધારો જોવા મળ્યો છે. દરમિયાન, હવે કોરોનાનું સ્વરૂપ બદલાવાના નવા લક્ષણો બહાર આવ્યા છે.
બ્રિટનની રાષ્ટ્રીય આરોગ્ય સેવાએ નવા સ્ટ્રેનના લક્ષણો નીચે મુજબ વર્ણવ્યા છે
શરીરમાં દુખાવો અને પીડા થવી
ગળું સુકાવુ
આંખો આવવી,
માથાનો દુખાવો ,
અતિસાર ,
ત્વચા પર ફોલ્લીઓ ,
પગની આંગળીઓનો રંગ બદલાઇ જવો
નવા લક્ષણો જૂના લક્ષણોથી અલગ
પહેલા કોરાનાના દર્દીઓને તાવ, સુકી ઉધરસ .ગળું ખરાબ થવુ પેટમાં દુખવુ અને શ્વાસની સમસ્યા થતી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન