New Structure of Gujarat Congress Will Announce on March
  • Home
  • Ahmedabad
  • ગુજરાત કોંગ્રેસમાં ધડમૂળથી થશે ફેરફાર, માર્ચ મહિનામાં નવું માળખું જાહેર થશે

ગુજરાત કોંગ્રેસમાં ધડમૂળથી થશે ફેરફાર, માર્ચ મહિનામાં નવું માળખું જાહેર થશે

 | 10:04 am IST

ગુજરાત કોંગ્રેસનાં પ્રદેશ પ્રભાર રાજીવ સાતવ ગુજરાતની મુલાકાતે છે. રાજીવ સાતવે કોંગ્રેસના સગંઠન મામલે મહત્વપુર્ણ નિવેદન આપ્યું હતું. રાજીવ સાતવે જણાવ્યું કે, 10-15 દિવસમાં કોંગ્રેસ સંગઠનની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. અને માર્ચ મહિનાનાં પ્રથમ સપ્તાહમાં કોંગ્રેસનું નવું માળખું જાહેર થઈ શકે છે તેવું પણ પ્રભારી રાજીવ સાતવે જણાવ્યું હતું.

આ ઉપરાંત રાજીવ સાતવે ગાંધીનગરમાં ધરણાં પર બેસેલી મહિલાઓ મામલે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. રાજીવ સાતવે જણાવ્યું કે, ઘણા વર્ષોથી ગુજરાતમાં આ મામલો ઉઠી રહ્યો છે. ગુજરાત સરકાર અહીંના લોકોની ભાવના સમજવામાં નિષ્ફળ રહી છે. આ ઉપરાતં રાજીવ સાતવે રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ અંગે માહિતી આપી હતી. રાહુલ ગાંધી આવનારા સમયમાં ગુજરાતમાં રેલીને સંબોધન કરશે.

તો SC/ST પૂર્ણ કરવાના નિર્ણય અંગે રાજીવ સાતવે જણાવ્યું કે, આ મામલે આગામી સમયમાં હું પ્રેસ કોન્ફરન્સ કરીશ. આગામી દિવસોમાં આ મામલે કોંગ્રેસ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરશે. OBC આદિવાસી, દલિત આરક્ષણ SCની મધ્યસ્થીથી પૂર્ણ થયું હતું. રાજીવ સાતવની અમદાવાદ મુલાકાત બાદ ગુજરાત કોંગ્રેસનાં માળખામાં ધડમૂળથી ફેરફાર કરી શકાય તેવી શક્યતાઓ છે.

આ વીડિયો પણ જુઓઃ ધો.12 પ્રેકટીકલ પરિક્ષાનો આજથી પ્રારંભ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન