New traffic law demands bribe crane workers
  • Home
  • Videos
  • Featured Videos
  • ટ્રાફિકના નવા કાયદાથી ક્રેઈન કર્મીઓને ઘી-કેળા, કાયદાને ખિસ્સામાં નાંખી રૂપિયાની કરી માંગણી

ટ્રાફિકના નવા કાયદાથી ક્રેઈન કર્મીઓને ઘી-કેળા, કાયદાને ખિસ્સામાં નાંખી રૂપિયાની કરી માંગણી

 | 3:55 pm IST

નવા ટ્રાફિક નિયમ પોલીસ માટે કમાણીનું સાધન બની ગયા છે. જ્યાં જાહેર જનતા આ નિયમોથી અડચણોનો સામનો કરી રહી છે ત્યારે અમદાવાદમાં ટ્રાફિક પોલીસ અને ક્રેઈન ઓપરેટરોની મદદથી ઘી-કેળાં સાબિત થઇ રહ્યા છે. આ મામલે હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જેમા ક્રેઈન કર્મી દ્વારા પૈસા વસૂલતા જોવા મળી રહ્યા છે.

આ વીડિયો પરિમલ ગાર્ડન વિસ્તારનો હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. વીડિયોમાં સાફ જોઇ શકાય છે કે, નવા નિયમ મુજબ દંડ ભરવા અગાઉ ટ્રાફિક પોલીસ રૂપિયાની માંગણી કરી રહ્યો છે. દંડની રકમ ન વસૂલી કટકી મારતા હોવાનો વીડિયો છે. જેમાં રૂ.750ના દંડના બદલે રૂ.250ની કટકીનો વીડિયો હાલમાં વાયરલ થઇ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન