New Traffic Rules Implementation by Gujarat Govt.
  • Home
  • Ahmedabad
  • ગુજરાતમાં નવા ટ્રાફિક નિયમની સાથે-સાથે: 2000નો મેમો પણ 500ની કટકીમાં માંડવાળ!

ગુજરાતમાં નવા ટ્રાફિક નિયમની સાથે-સાથે: 2000નો મેમો પણ 500ની કટકીમાં માંડવાળ!

 | 7:30 am IST

। અમદાવાદ ।

ટ્રાફિકભંગ બદલ આકરા દંડના અમલથી પોલીસ માટે તોડપાણીની મોસમ શરૂ થશે એવી ભીતિને સાચી ઠેરવતો એક વિડિયો સોમવારે સોશિયલ મિડિયામાં વાયરલ થયો હતો. ટ્રાફિક પોલીસ તથા વાહનચાલકની ભાષા પરથી આ વિડિયો સૌરાષ્ટ્રના કોઇ વિસ્તારનો હોય એમ લાગે છે. એટલું જ નહીં ચાલુ વાહને વાત કરવા બદલ ૧,૦૦૦નો દંડ અને અન્ય કોઇ નિયમભંગ બદલ બીજા એક હજાર એમ કુલ બે હજારનો દંડ ભરવા કહેવામાં આવ્યું હોવાથી આ વિડિયો ૧૬ સપ્ટેમ્બરનો જ છે એમ માની શકાય. ૨,૦૦૦ના દંડને બદલે ૫૦૦ની લાંચ લઇ, નોટ ખિસ્સામાં મુકી જેવો પોલીસ કર્મી લાયસન્સ પાછું આપે છે કે તરત જ ચાલક તેનો પરચો બતાવે છે અને જરાય ગભરાયા વગર PSIને ફોન કરવાનું કહે છે, જે બતાવે છે કે સરકારે પ્રજાને ભલે લાચાર બનાવી પણ પોલીસ જો તોડપાણી કરશે તો તેને ભારે પડશે. ઉલ્લેખનીય છે કે, ‘સંદેશ’ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

પોલીસ । એકવાર દંડ ભરશો તો ભૂલ નહી થાય

પોલીસ । બીજી વાર ફોન આવશે તો સાઇડમાં ઉભી રાખીને વાત કરશો પછી

પોલીસ । પંદર સો ભરો એટલે આંખો ખુલે

ચાલક । જે થતું હોય તે કરોને સાહેબ

પોલીસ । બે હજાર આપી દો

ચાલક । જે થતુ હોય તે કરો ને

પોલીસ । મારાથી બધુ થાય તેમ છે બોલો શું કરુ

ચાલક । સાહેબ તમે જે કહો એ

પોલીસ । પંદર સો રુપિયા આપો

ચાલક । એટલા બધા થોડા હોય સાહેબ

પોલીસ । મેં તમને ગણાવ્યા ને

પોલીસ । મોબાઇલ પર વાતો કરવાના જ એક હજાર,

ચાલક । સાહેબ તમારા બોલોને

પોલીસ । અમે કહીશું તો મોઘું પડશે

પોલીસ । કેટલા આપો છો

સાહેબ । થતા હોય એ લઇ લોને

પોલીસ । એક હજાર આપી દો

ચાલક । એટલા બધા મારી પાસે નહી હોય

પોલીસ । તો ગાડી મૂકી દે

પોલીસ । જ્યારે પૈસા થાય ત્યારે આપીને લઇ જજે

ચાલક । સાહેબ ૪૦૦ જ પડયા છે

ચાલક । જવા દોને સાહેબ , જવા દોને

ચાલક । ગોંડલ જવાનું છે પણ અત્યારે કોઠારીયા જવાનું છે

ચાલક । ત્રિપલ સવારી નથી જવાનું સાહેબ

ચાલક । જવા દોને સાહેબ

પોલીસ । હાહાહા લાવો પાંચ સો

ચાલક । સાહેબ એટલા બધા

પોલીસ । હવે તેનાથી ઓછું નહીં થાય

પોલીસ । પૈસા આપીને ગાડી લઇ જજે

ચાલક । સાહેબ પાંચ સો રુપિયા

ચાલક । લો

ચાલક । પહોંચ તો આપો

પોલીસ । પહોંચ પંદર સો રુપિયાની મળશે

ચાલક । કઇં વાંધો નહી વીડિયો ઉતરી ગયો છે

પોલીસ । તારે ક્યાં જવું છે

ચાલક । મારે ક્યાં નથી જવું સાહેબ

ચાલક । તમે મારી પાસે પાંચ સો રુપિયા લીધા શેના લાવો પીએસઆઇનો નંબર

ચાલક । તમે પાંચ સો રુપિયા કેમ ખિસ્સામાં મૂકાયા,  તમે ન મૂકી શકો

ચાલક । તમારે પાંચ સો રુપિયા ખિસ્સામાં મૂકવાનું કારણ શું

પોલીસ । લાયસન્સ લાય

ચાલક । તમે એવી રીતે ન રાખી શકો

ચાલક । પાંચ સો રુપિયા લીધા એટલે બધું થાય હવે

ચાલક । પીએસઆઇએ રિશ્વત લીધી હોય તો પબ્લિક બોલશે

ચાલક । પેલા ભાઇને ફોન કરો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન