ટૂંક સમયમાં આવશે વાહન નીતિ, તમારું વાહન ભંગાર ગણાય તે પહેલાં જાણી લો આ વાત - Sandesh
  • Home
  • Business
  • ટૂંક સમયમાં આવશે વાહન નીતિ, તમારું વાહન ભંગાર ગણાય તે પહેલાં જાણી લો આ વાત

ટૂંક સમયમાં આવશે વાહન નીતિ, તમારું વાહન ભંગાર ગણાય તે પહેલાં જાણી લો આ વાત

 | 5:35 pm IST

દેશમાં 15 વર્ષ પુરાણા વાહનોને પરિવહનમાથી હટાવવા માટે સરકાર નવી વેહિકલ સ્ક્રેપ નીતિ લાવી રહી છે. હાલમાં તેને આખરી રૂપ આપવામાં આવી રહ્યું છે. આ નીતિ અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારો તરફથી અને કર પ્રોત્સાહન આપવાનો પ્રસ્તાવ લાવવામાં આવશે. જો કે આ પ્રસ્તાવ પર જીએસટીની મંજૂરી લેવી પડશે, પછી તેને અમલી બનાવી શકાશે.

સરકાર દ્વારા લાવવામાં આવી રહેલી આ નવી નીતિનું નામ સ્વૈચ્છિક વાહન આધુનિકરણ પોલીસી હોઈ શકે છે. જેના હેઠળ આશરે 2.8 કરોડ જૂના વાહનોને ઓન રોડ પરથી હટાવવામાં આવે તેવી શક્યતા છે. આ માટે ત્રિ સ્તરીય પ્રોત્સાહક પોલીસી લાવવામાં આવી રહી છે તેમ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

વાહન માલિકને જૂના વાહનોની ભંગાર કિંમત મળશે. એ સિવાય કેન્દ્ર અને રાજ્ય સરકાર કેટલાંક પ્રોત્સાહન આપશે, જેનાથી કર લાભ મળે તેમ કરવામાં આવશે. નીતિન ગડકરીનું કહેવું છે કે જો 15 વર્ષ જૂના વાહનો કે જેનો વેપાર અર્થે ઉપયોગ થાય છે તેને ભંગાર કરવામાં આવે તો તો ઉદ્યોગમાં 22 ટકાની વૃદ્ધિ થશે અને પ્રદુષણમાં કમી આવશે. આ પ્રસ્તાવના લાગૂ થયા બાદ પ્રદૂષણના સ્તરમાં 65 ટકા સુધીનો ઘટાડો આવી શકે છે. સપ્ટેમ્બર 2017માં રાષ્ટ્રીય હરિત અધિકરણે(એનજીટી) દસ વર્ષ જૂના ડીઝલ વાહનોને દિલ્હી એનસીઆરના રસ્તા પરથી હટાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

ભારે ઉદ્યોગ મંત્રાલય દ્વારા આના વિરુદ્ધમાં અપીલ કરવામાં આવી હતી પણ એનજીટીએ તેને ફગાવી દીધી હતી. વાહનો પર મનાઈના આદેશને પડકારનારી આવી અરજીને સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી. કેન્દ્રીય પ્રદુષણ બોર્ડના અહેવાલનો હવાલો આપતા એનજીટીએ કહ્યું કે ડીઝલ વાહનોનો ઉપયોગ બહું જ હાનિકારક અને જીવલેણ છે. કેન્દ્રસરકારની નીતિમાં વાણિજ્ય હેતુક વાહનોને પણ શામેલ કરવામાં આવશે. તો દિલ્હી સરકાર પણણ કાર માટે સ્ક્રેપનીતિ લાવવાની યોજના બનાવી રહી છે. રસ્તા પર ચાલતા, જૂના વાહનો 1લી એપ્રિલ 2017થી લાગૂ કરવામાં આવેલા નવા યૂરો – 4 ઉત્સર્જન માપદંડો સાથે સુસંગત નથી. એપ્રિલ 2020થી વાહન ઉદ્યોગને યૂરો -6 માપદંડોનું પાલન કરાવવામાં આવે તેમ કહેવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન