New Video Viral In Surat: Helmets in the cooling helmet market
  • Home
  • Videos
  • Featured Videos
  • Video: સુરતની નવી શોધ: ઠંડક આપે તેવું હેલ્મેટ માર્કેટમાં છવાયું, મેમો ના ફાટે તે માટે ફાયદો બનશે?

Video: સુરતની નવી શોધ: ઠંડક આપે તેવું હેલ્મેટ માર્કેટમાં છવાયું, મેમો ના ફાટે તે માટે ફાયદો બનશે?

 | 10:46 am IST

કેન્દ્ર સરકારે નવા ટ્રાફિકના નિયમોને લઇને આખા દેશમાં સખ્ત વલણ અપનાવેલું છે. ત્યારે અમુક લોકોએ સરકારના આ પ્રયાસને વધાવ્યો છે, તો અમુક લોકો આજે પણ વિરોધ થઇ રહ્યો છે. દેશમાં ભાજપ શાસિત પ્રદેશોમાં કેન્દ્ર સરકારના નવા ટ્રાફિકના નિયમોમાંથી થોડી છૂટછાટ આપવામાં આવી છે.

ગુજરાતમાં પણ પરિવહન વિભાગના મંત્રી આરસી ફળદૂએ મહંતઅંશે છૂટ આપી છે. રાજ્યમાં હેલ્મેટ, આરસીબુક અને લાયસન્સમાં લોકોને પડી રહેલી મુશ્કેલીને જોતા 15 ઓક્ટોબર સુધી નવા નિયમોમાંથી છૂટ આપવામાં આવી છે.

ગુજરાતમાં લોકો ટ્રાફિકના નિયમોથી બચવા નવા-નવા કિમિયા શોધતા હોય છે. રાજ્યમાં હાલ અનેક એવા ફની વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. જેણે સાંભળી કે જોઇને તમે રીતસર હસી પડશો. હાલ સુરતમાંથી એક એવો વીડિયો સામે આવ્યો છે.

સુરતમાં એક વ્યક્તિ જાહેર રસ્તા પર માથે માટલું પહેરીને બહાર નીકળ્યો છે, જેનો હાલ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો છે. આ વ્યક્તિએ હેલ્મેટની જગ્યાએ માટલાં પહેર્યાનો વીડિયો વાયરલ થતા લોકો ભારે મઝાક કરી રહ્યા છે. અહીં એક બાઈક ચાલક વ્યક્તિ માથે હેલ્મેટ પહેરીને રસ્તા પર જોવા મળી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન