પાક. ગુજરાતની દરિયાઇ સીમા પર ના-પાક હરકત કરતા બે વાર વિચારશે કારણ કે...... - Sandesh
  • Home
  • Featured
  • પાક. ગુજરાતની દરિયાઇ સીમા પર ના-પાક હરકત કરતા બે વાર વિચારશે કારણ કે……

પાક. ગુજરાતની દરિયાઇ સીમા પર ના-પાક હરકત કરતા બે વાર વિચારશે કારણ કે……

 | 9:10 pm IST

ગુજરાતનાં દરિયા કિનારે હવે વધુ એક જહાજનો ઉમેરો કરવામાં આવ્યો છે. 2016માં ગોવા યાર્ડમાં બનાવેલું આ જહાજ હવે દરિયાઇ માર્ગ પર બાઝ નજર રાખશે. આ જહાજમી મદદથી પાકની તમામ ના-પાક હરકતો અને દાણચોરી લેન્ડીંગ સહીતની ગતિવિધિઓ પર નજર રખાશે. આ જહાજનાં ઉમેરાથી દેશની સુરક્ષામાં વધારો થયો છે.

ગઈકાલે ચાર્લી-142 નામની બોટને નિવૃત્તિ આપવામાં આવી છે, ત્યારે આજે વધુ એક જહાજ પોરબંદરને ફાળવવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં અરબી સમુદ્રમાં સુરક્ષા કરશે. ગુજરાત નો 1600 કિ.મી લાંબા દરિયા કિનારામાં પોરબંદર જીલ્લાનો દરિયા કિનારો 110 કી.મી લાંબો છે અને ભૂતકાળ કહે છે કેઆ સંવેદનશીલ દરિયા કિનારો છે.

દરિયાઇ માર્ગે દાઉદ અને મામ્મુમી પંજુમિયા દ્વારા 1993માં RDX લેન્ડીંગ જેવી ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો તો હેરોઈન જેવા મોટી માત્રામાં જથ્થાનું પણ લેન્ડીંગ કરવાની પણ કોશિશો કરવામાં આવે છે. આ સિવાય 26/11નો હુમલો પણ કુબેર બોટનું અપહરણ કરીને કરાયો હતો. આવા બનાવ ના બને તેવી પાક.ની ના-પાક હરકતો રોકવા આજે વધુ એક જહાજ અરબી સમુદ્રમાં તરતું મુકાયું છે.