New way of online forgery, 'corona will spread if not money'
  • Home
  • Technology
  • પૈસા આપો નહી તો ‘કોરોના વાયરસ’ ફેલાવી દઇશું

પૈસા આપો નહી તો ‘કોરોના વાયરસ’ ફેલાવી દઇશું

 | 2:44 pm IST

સાયબર ક્રિમિનલ્સ હવે કોરોના વાયરસના ડરથી દુનિયાભરના લોકોને શિકાર બનાવી રહ્યા છે. કેટલીકવાર તેઓ ડબ્લ્યુએચઓ ઓફિસર બનીને છેતરપિંડી કરી રહ્યા છે, તો ક્યારેક કોવિડ -19ના નામ પર બનાવટી વેબસાઇટ બનાવીને લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યા છે. હવે તેઓએ એક નવી રીત પણ શોધી કાઢી છે. બ્રિટિશ સુરક્ષા સોફ્ટવેર અને હાર્ડવેર કંપની સોફોસના અહેવાલ મુજબ, સાયબર ક્રિમિનલ્સ એક ધમકીભર્યો ઈ-મેલ મોકલી રહ્યા છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે જો વપરાશકર્તાએ તેમને પૈસા ચૂકવ્યા નહીં, તો તેઓ કોરોના વાયરસથી વપરાશકર્તાના પરિવારના કોઈપણ સભ્યને ચેપ લગાડશે.

હમણાં સુધી સેક્સૉટોર્શન માટે વિશ્વવ્યાપી ઇ-મેલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં છેતરપિંડી કરનારએ દાવો કર્યો હતો કે તેની પાસે યુઝરની કેટલીક વાંધાજનક તસવીરો છે અને જો યુઝર તેને પૈસા નહીં આપે તો તે ફોટા તેના પરિવાર અને દુનિયાભરના લોકોને મોકલવામાં આવશે.

પરંતુ હવે નવા ટ્રેન્ડમાં જાળ બિછાવનારાએ કોરોના વાયરસના ડરને પોતાનો માર્ગ બનાવ્યો છે. સાઇબર ક્રિમિનલ્સ ઇમેલ મોકલીને 4000 ડૉલર બિટકોઇન તરીકે માંગી રહ્યા છે. નહી તો યૂઝર્સને તેમના વિશે ખુલાસાઓ કરવા અને પરિવારજનોને તમામ સભ્યોને વાયરસછી સંક્રમિત કરવાની ધમકી આપી રહ્યા છે. ઇમેલમાં યૂઝર્સને તેમના જૂના પાસવર્ડ પણ બતાવવામાં આવી રહ્યો છે. છેતરપિંડી કરનારાઓ દાવો કરે છે કે તેઓ વપરાશકર્તાના બધા પાસવર્ડો જાણે છે અને તેઓ લાંબા સમયથી વપરાશકર્તાની દેખરેખ રાખે છે.

તમારી પાસે આ પ્રકારના ઇમેલ આવે તો શું કરવું?

જો તમારી પાસે આ પ્રકારનો કોઇ ઇમેલ આવે છે તો તમારે જરા પણ ડરવાની જરૂર નથી. ગત કેટલાક વર્ષોમાં હોઇ શકે છે કે તમારો પાસવર્ડ લીક થયો હોય. Sophosve ના પ્રીંસિપલ રિસર્ચ સાઇંટિસ્ટ પોલ ડકલિને કહ્યુ,’કોઇ પૈસા ના મોકલે. આ તમામ વસ્તુ ખોટૂ છે. તેમની પાસે કોઇ ડેટા નથી. જો તમે પૈસા આપો છો તો તમે તેમને રૂપિયા આપી રહ્યા છો.’

આ વીડિયો પણ જુઓ : અમદાવાદમાં ઈસનપુર વિસ્તારમાં સ્વૈચ્છિક લોકડાઉન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન