New weapons of Indian Army and Indian Air Force will be tested in Dholera
  • Home
  • Ahmedabad
  • PM મોદીના સપનું થશે પુરૂ! ધોલેરાને લઈને કરાઈ અનેક મહત્વની જાહેરાતો

PM મોદીના સપનું થશે પુરૂ! ધોલેરાને લઈને કરાઈ અનેક મહત્વની જાહેરાતો

 | 5:04 pm IST

ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાનમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધોલેરાને એક સ્માર્ટ સિટી બનાવવાનું સ્વપ્ન સેવ્યું હતું. જેને લઈને સમયાંતરે મહત્વની જાહેરાતો પણ થતી રહે છે. ગુજરાતની વર્તમાન રૂપાણી સરકાર પણ ધોલેરાને પર ખાસ્સો ભાર આપી રહી છે. આ ક્રમમાં આજે વધુ કેટલીક મહત્વની જાહેરાતો કરવામાં આવી છે.

આજે અમદાવાદ શહેરમાં એરોસ્પેસ કોનક્લેવ યોજાઈ હતી. જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ કોનક્લેવમાં ધોલેરાને લઈને અનેક મહત્વની જાહેરાતો કરવામાં આવી હતી. ધોલેરા એરપોર્ટ અંગે મોટી જાહેરાત કરાઈ હતી. ધોલેરામાં ગુજરાતનું સૌથી મોટું એરપોર્ટ બનશે. તેવી જ રીતે ધોલેરા પહોંચવા માટે મેટ્રોની સેવા પણ મળશે. 

આ ઉપરાંત મહત્વની જાહેરાત એ થઈ હતી કે, દેશની ત્રીજી ફાયરિંગ રેંજ પણ ધોલેરામાં શરૂ કરવામાં આવશે. હાલમાં દેશમાં માત્ર બે જ ટેસ્ટિંગ રેંજ છે. આ છે પોખરણ અને બલસોર. હવે તેમાં ગુજરાતના ધોલેરાનું નામ પણ ઉમેરાયું છે.

જેથી હવે આવનાર સમયમાં ભારતીય સૈન્ય અને ઈન્ડિયન એરફોર્સના નવા શસ્ત્રોનું પરિક્ષણ ધોલેરામાં કરી શકાશે. આ ઉપરાંત એરફોર્સ માટે ખાસ એરસ્ટ્રીપ પણ તૈયાર કરવામાં આવશે.

ઉલ્લ્ખેનીય છે કે, મોદી સરકારે બહાર પાડેલી દેશના 100 સ્માર્ટ સિટીની યાદીમાં ગુજરાતના ધોલેરાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અહીં આંતરરાષ્ટ્રીય કાર્ગો એરપોર્ટ પણ બનાવવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન