Sabyasachi Mukherji Shared New Wedding Photos Of Priyanka Chopra
  • Home
  • Featured
  • Photos: એક મહિના પછી સામે આવી પ્રિયંકાનાં લગ્નની સૌથી સુંદર તસવીરો, જુઓ Pics

Photos: એક મહિના પછી સામે આવી પ્રિયંકાનાં લગ્નની સૌથી સુંદર તસવીરો, જુઓ Pics

 | 4:16 pm IST

બોલીવુડની ‘દેશી ગર્લ’ પ્રિયંકા ચોપરાનો દરેક અંદાજ તેના ફેન્સને દીવાના બનાવી દે છે. પ્રિયંકા ચોપરાએ એ વખતે ખળભળાટ મચાવી દીધો જ્યારે તેણે નિક જોનસ સાથે સગાઈ કરીને લગ્નની જાહેરાત કરી હતી. પ્રિયંકા અને નિકનાં લગ્નને એક મહિનો થઈ ચુક્યો છે. લગ્ન બાદ પ્રિયંકા અને નિકની તસવીરો ધીરે-ધીરે સામે આવી છે. આ દરમિયાન જાણીતા ફેશન ડિઝાઇનર સબ્યસાચીએ પ્રિયંકાનાં લગ્નની કેટલીક તસવીરો શેર કરી છે જે તમે અત્યાર સુધી નહીં જોઈ હોય.

આ તસવીરોને સબ્યસાચીએ ઇન્સ્ટાગ્રામ પર પૉસ્ટ કરી છે. આ તસવીરો પ્રિયંકા ચોપરાનાં લગ્નની છે જેમાં તે લાલ જોડામાં દેખાઈ રહી છે. આ તસવીરમાં પ્રિયંકાએ લાલ રંગનો લહેંગો પહેરેલો છે જેની સાથે હેવી જ્વેલરી પણ તેણે પહેરેલી છે. પ્રિયંકા ચોપરાનાં લગ્નમાં સબ્યસાચીએ લહેંગો પહેર્યો હતો, તો જ્વેલરી સબ્યસાચી હેરિટેજની હતી. એક તસવીરમાં પ્રિયંકાનો ચહેરો અડધો ઢંકાયેલો છે. આ તસવીરોમાં પ્રિયંકા ઘણી જ સુંદર લાગી રહી છે. તો બીજી તસવીરમાં પ્રિયંકાનો સાઇડ લૂક જોવા મળી રહ્યો છે.

પ્રિયંકાની આ લહેંગામાં 110 કલકત્તાની જાણીતી એમ્બ્રોઇડરી કરવામાં આવી છે જેને બનાવવામાં 3,720 કલાક લાગ્યા હતા. ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ચોપરા અને નિક જોનસે હિંદૂ અને ક્રિશ્ચિયન રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા. આ ભવ્ય લગ્ન જોધપુરનાં ઉમેદ ભવન પેલેસમાં થયા હતા. લગ્ન બાદ તેમણે દિલ્હી અને મુંબઈમાં રીસેપ્શન આપ્યું હતુ. આ કપલ અત્યારે સ્વીટઝરલેન્ડમાં પરિવાર સાથે રજાઓ માણી રહ્યું છે. તેમની આ મસ્તીની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન