NIFTY 9,964.40 -157.50  |  SENSEX 31,922.44 +-447.60  |  USD 64.7900 -0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • ઈંગ્લેન્ડના વિકેટકીપર બેરિસ્ટોએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, બે દિગ્ગજ ખેલાડીઓના તોડ્યા રેકોર્ડ

ઈંગ્લેન્ડના વિકેટકીપર બેરિસ્ટોએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, બે દિગ્ગજ ખેલાડીઓના તોડ્યા રેકોર્ડ

 | 12:11 pm IST

ઈંગ્લેન્ડના વિકેટકીપર બેટ્સમેન જોની બેરિસ્ટોવે એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આ વર્ષે ટેસ્ટમાં સૌથી વધારે રન બનાવ્યા બાદ જોની બેરિસ્ટોએ વિકેટ પાછળ પણ કમાલ કરીને નવો ઈતિહાસ રચ્યો છે. ભારત સામેની મોહાલી ટેસ્ટમાં ત્રીજા દિવસે ઈંગ્લેન્ડના વિકેટકીપર જોની બેરિસ્ટોએ ઉમેશ યાદવનો શિકાર કરતાં જ એક વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. જોનીએ એક વર્ષમાં સૌથી વધારે શિકાર કરનાર વિકેટકિપર બની ગયો છે.

જોની બેરિસ્ટોએ ઉમેશ યાદવના રૂપમાં પોતાનો 68મો શિકાર કર્યો હતો, તેની સાથે જ તેને ઓસ્ટ્રેલિયન વિકેટકીપર ઈયાન હિલી અને સાઉથ આફ્રિકાના માર્ક બાઉચરના 67 શિકારનો રેકોર્ડ તોડી દીધો હતો.

માર્ક બાઉચરે 1998માં હિલીની બરાબરી કરી હતી. જોની બેરિસ્ટોની આ વર્ષની 15મી ટેસ્ટ મેચ છે. જોનીએ આ મેચો દરમિયાન 65 કેચ લીધા અને ત્રણ સ્ટમ્પ આઉટ કર્યાં છે. તેને એક વર્ષમાં સૌથી વધારે કેચ ઝડપનાર માર્ક બાઉચરના રેકોર્ડની પણ બરાબરી કરી લીધી છે.