New Zealand All Rounder Player Jimmy Neeshams Heartbreaking Post
  • Home
  • Sports
  • Cricket
  • વર્લ્ડ કપ ગુમાવ્યા બાદ દુઃખી જિમી નીશમે કરી ભાવુક પોસ્ટ, લખ્યું- સ્પોર્ટ્સ નહીં, બેકિંગ…

વર્લ્ડ કપ ગુમાવ્યા બાદ દુઃખી જિમી નીશમે કરી ભાવુક પોસ્ટ, લખ્યું- સ્પોર્ટ્સ નહીં, બેકિંગ…

 | 3:12 pm IST

આઈસીસી વર્લ્ડ કપ 2019ની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડની હાર બાદ ટીમનો ઓલરાઉન્ડર ખેલાડી જિમી નીશમ જબરદસ્ત દુઃખી થયો છે. ઐતિહાસિક લોર્ડસ મેદાન પર સુપર ઓવર સુધી ગયેલા મુકાબલામાં યજમાન ઇંગ્લેન્ડે વધુ બાઉન્ડ્રી માર્યા હોવાના આધારે ખિતાબ જીતી લીધો. નીશમ સુપર ઓવરમાં બેટિંગ કરવા આવ્યો હતો. પરંતુ ટીમને જીત અપાવામાં નિષ્ફળ રહ્યો. કિવી ટીમે 241 રન બનાવ્યા હતા અને ઇંગ્લેન્ડે પણ એટલા જ રન બનાવ્યા હતા. આ કારણે મેચ ટાઈ થઈ હતી અને સુપર ઓવરમાં ફેરવાઈ હતી.

વર્લ્ડ કપનું ટાઇટલ ગુમાવ્યા બાદ નિરાશ નીશમને સોશિયલ મીડિયા પર પોતાની ભાવનાઓ પ્રકટ કરી. નીશમને ટ્વીટ કરી લખ્યું કે,‘આ દુ:ખદ છે. આશા છે કે આગામી દાયકામાં એક અથવા બે દિવસ એવા હશે જ્યારે હું મેચના અંતિમ અડધા કલાક વિશે ન વિચારું. ઇંગ્લેન્ડને શુભેચ્છા, તેઓ જીતના હકદાર છે.’ આ સિવાય નીશમે વધુ એક ટ્વીટ કર્યું હતું. જેમાં તેને કહ્યું કે,‘આજે જે સમર્થક આવ્યા તેમનો આભાર. અમે મેચ દરમિયાન તમને સાંભળી શકતા હતા. પરંતુ માફ કરજો અમે તમારી ઇચ્છી પૂરી કરવામાં નિષ્ફળ રહ્યા.’

ફાઇનલમાં હારથી દુ:ખી નીશમે વધુ એક ટ્વીટ કરી આવનારી પેઢીને સલાહ પણ આપી. નીશમે ટ્વીટર પર લખ્યું કે,‘બાળકો ખેલ પસંદ ન કરતા, બેકિંગ અથવા અન્યને પસંદ કરો અને 60ની ઉંમરમાં જાડા થાઓ અને ખુશ રહી દુનિયાથી જાઓ’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન