New Zealand Media Slams Boundary Count back Rule in WC
  • Home
  • Sports
  • Cricket
  • ઇંગ્લેન્ડની જીત પર ન્યૂઝીલેન્ડમાં બબાલ, મીડિયાએ કહ્યું- ટીમ સાથે ‘દગો’ થયો

ઇંગ્લેન્ડની જીત પર ન્યૂઝીલેન્ડમાં બબાલ, મીડિયાએ કહ્યું- ટીમ સાથે ‘દગો’ થયો

 | 3:46 pm IST

રવિવારે આઈસીસી વર્લ્ડ કપ 2019નો ખિતાબ જીતી યજમાન ટીમ ઇંગ્લેન્ડ વર્લ્ડ ચેમ્પિયન બની છે અને ટીમનો જોશ હાલ ઘણો હાઈ છે. જ્યારે બીજી તરફ મેચના પરિણામ બાદ ન્યૂઝીલેન્ડ મીડિયા સહિત ક્રિકેટના કેટલાક દિગ્ગજ ચોગ્ગા-છગ્ગાના નિયમ આધારે યજમાન ટીમની જીતની ટીકા કરી રહ્યા છે. ન્યૂઝીલેન્ડની મીડિયાએ દેશની ટીમ સાથે ‘છળ’ થયા હોવાનું કહ્યું છે. જ્યારે કેટલાક પૂર્વ ખેલાડીઓએ આઈસીસીના નિયમને ‘હાસ્યાસ્પદ’ ગણાવ્યો છે.

મીડિયા રિપોર્ટ મુજબ ન્યૂઝીલેન્ડના એક સમાચાર પત્રમાં લખ્યું હતું કે: ચોગ્ગા, છગ્ગાની ગિનતીએ ન્યૂઝીલેન્ડને જીતની દૂર કર્યું. જ્યારે અન્ય એક અખબારે લખ્યું કે: ક્રિકેટ વર્લ્ડ કપ ફાઇનલ: 22 હીરો પણ વિજેતા એક પણ નહીં|’ જ્યારે અન્ય એક પેપરમાં લખ્યું હતું કે, ઓવરથ્રો માટે ઇંગ્લેન્ડને છ નહીં પણ પાંચ રન મળવા જોઈતા હતા.

જ્યારે બીજી તરફ ખેલાડીઓની વાત કરી તો રિપોર્ટ મુજબ ન્યૂઝીલેન્ડના પૂર્વ કોચ માઇક હેસને કહ્યું કે,‘કેન વિલિયમસન અને ઇયોન મોર્ગન બન્નેને કપ આપવામાં આવવો જોઈતો હતો. આ પ્રકારની ફાઇનલ કોઈ પણ ટીમ હારવા માંગતી નથી. ન્યૂઝીલેન્ડના કેપ્ટન વિલિયમસનના હાથમાં પણ કપ હોવો જોઈતો હતો. નોકઆઉટમાં નિર્ણય સુપર ઓવરથી થઈ શકે છે પરંતુ ફાઇનલમાં નહીં.’ આ સિવાય ભારત સહિત અન્ય દેશોના કેટલાક દિગ્ગજ ક્રિકેટ ખેલાડીઓએ ICCના નિયમને હાસ્યાસ્પદ ગણાવ્યો છે. આપને જણાવી દઈએ કે ઇંગ્લેન્ડે ફાઇનલમાં 22 ચોગ્ગા અને 2 છગ્ગા લગાવ્યા હતા જ્યારે ન્યૂઝીલેન્ડે 16 ચોગ્ગા લગાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન