New Zealand PM react on World Cup Lost by Team
  • Home
  • Sports
  • Cricket
  • હાથમાં આવેલો વર્લ્ડકપ ગુમાવ્યા બાદ ન્યૂઝીલેન્ડમાં કેવો છે માહોલ, ખુદ PM એ પણ કહ્યું કે…

હાથમાં આવેલો વર્લ્ડકપ ગુમાવ્યા બાદ ન્યૂઝીલેન્ડમાં કેવો છે માહોલ, ખુદ PM એ પણ કહ્યું કે…

 | 1:13 pm IST

આઈસીસી વર્લ્ડ કપ 2019ની ફાઇનલ ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી. જે ખૂબજ રોમાંચક રહી હતી. આ 50 ઓવરની ફાઇનલ મેચ ટાઈ થઈ હતી. ત્યાર બાદ સુપર ઓવર નાંખવામાં આવી હતી. તેનું પરિણામ પણ ટાઈ રહ્યું હતું. જોકે આઈસીસીના નિયમ મુજબ બાઉન્ડ્રીના આધારે ઈંગ્લેન્ડને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું.

વર્લ્ડ કપની જીત બાદ ઇંગ્લેન્ડમાં જશ્નનો માહોલ છે. ત્યારે બીજી તરફ આ રીતે હાર બાદ ન્યૂઝીલેન્ડમાં ખેલાડીઓ સહિત ક્રિકેટ ફેન્સમાં ભારે નિરાશા છે. જોકે આ ફાઇનલ મેચમાં કોઈ પણ ટીમ હારી નથી. પરંતુ આઈસીસીના નિયમ પ્રમાણે ઇંગ્લેન્ડને વિજેતા જાહેર કર્યા બાદ હવે દુનિયાભરમાં સવાલ ઉભા થયા છે. ત્યારે ન્યૂઝીલેન્ડમાં પણ ક્રિકેટ ફેન્સમાં ભારે ગુસ્સો દેખાઈ રહ્યો છે. ન્યૂઝીલેન્ડે અત્યાર સુધી વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો નથી. તેથી આ પહેલી તક હતી જ્યાં ન્યૂઝીલેન્ડ વિશ્વ વિજેતા બની શકતું હતું. પરંતુ આઈસીસીના નિયમે આ તક પણ ન્યૂઝીલેન્ડથી છીનવી લીધી. હવે ન્યૂઝીલેન્ડમાં લોકો ICCના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. ત્યાંની મીડિયામાં પણ આ વાત કહેવામાં આવી રહી છે કે આઈસીસીના નિયમોએ ન્યૂઝીલેન્ડથી તેનું પહેલું વર્લ્ડ કપ છીનવી લીધું.

ઉપરાંત ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિંડા આર્ડર્ને પણ આ વિશે પ્રતિક્રિયા આપી છે. રિપોર્ટ મુજબ તેમને કહ્યું કે,‘દેશના અન્ય નાગરિકોની જેમ હું પણ આ નિર્ણયથી નિરાશ છું. આ એક અવિશ્વસનીય મેચ હતી. ભવિષ્યમાં આ મેચને ઇતિહાસની શાનદાર મેચ તરીકે યાદ કરવામાં આવશે. અંતિમ નિર્ણય જે પણ હોય મને મારી ટીમ પર ગર્વ છે અને મને લાગે છે કે દરેક દેશવાસીને આ અનુભવ થતું હશે કે આપણા ખેલાડીઓએ સંપૂર્ણ ટુર્નામેન્ટ સહિત અંતિમ મેચમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન