New Zealand PM Visits Temple in Auckland
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ન્યુઝીલેન્ડના વડા પ્રધાને મંદિરમાં જઈને કર્યા દર્શન, છોલે-પૂરી અને દાળની લિજ્જત માણી

ન્યુઝીલેન્ડના વડા પ્રધાને મંદિરમાં જઈને કર્યા દર્શન, છોલે-પૂરી અને દાળની લિજ્જત માણી

 | 8:53 am IST

ન્યુઝીલેન્ડના વડા પ્રધાન જેસિન્ડા અર્ડર્ને સપ્ટેમ્બરમાં થનાર રાષ્ટ્રીય ચૂંટણી પહેલાં ઓકલેન્ડમાં રાધાકૃષ્ણ મંદિરની મુલાકાત કરી હતી. આ દરમિયાન અર્ડર્ને ભારતીય શાકાહારી ખોરાક છોલે-પૂરી અને દાળનો સ્વાદ માણ્યો હતો. 40 વર્ષીય અર્ડર્ન પોતાની પાર્ટીને જીત અપાવવા માટે મતદારોને રિઝવવા માટેના ભરપૂર પ્રયાસો કરી રહી છે.

મંદિરમાં જતાં પહેલાં જેસિન્ડાએ પોતાના જૂતાં મંદિરની બહાર ઉતાર્યા હતા. ન્યુઝિલેન્ડમાં ભારતીય દૂતાવાસના મુક્તેશ પરદેસીએ ટ્વીટ કરીને પીએમ જેસિન્ડા અર્ડર્નની સાથે ઈન્ડિયન ન્યુઝ લિન્ક કાર્યક્રમ દરમિયાન 6 ઓગસ્ટ, 2020ની અમુક અમૂલ્ય ક્ષણય અર્ડર્ને રાધાકૃષ્ણ મંદિરમાં પ્રાથનામાં પણ ભાગ લીધો હતો.

રવિવારે પાર્ટી માટે ચૂંટણી પ્રચારના સત્તાવાર એલાન બાદ પીએમ જેસિન્ડાએ ઓકલેન્ડના બજારની મુલાકાત કરી હતી. જ્યાં તેઓએ ખેડૂતો સાથે વાતચીત કરી હતી. અને આ દરમિયાન તેઓની સાથે સેલ્ફી પડાવવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. અર્ડર્નની લેબર પાર્ટી ચૂંટણી પૂર્વે તમામ પોલમાં આગળ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

કોરોના વાયરસની મહામારીને લઈ વિપક્ષી નેશનલ પાર્ટીએ પીએમ જેસિન્ડા પર લાપરવાહીનો આરોપ લગાવ્યો છે. તેઓનું કહેવું છે કે. અર્ડર્નના કાર્યકાળમાં દેશના વિકાસની ગતિ ધીમી થઈ છે. જ્યારે અર્ડર્ને વિપક્ષના આ આરોપોને ફગાવી દીધા હતા. હવે સપ્ટેમ્બરમાં થનાર ચૂંટણી પર સૌ કોઈની નજર છે.

આ વીડિયો પણ જુઓઃ દ્રારકામાં જન્માષ્ટમીના પર્વએ મંદિર બંધ રહેશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન