ન્યૂઝીલેન્ડની ટીમે કહ્યું- ધમકી મળ્યા બાદ પાકિસ્તાનમાં કેવી રીતે રહી શકીએ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • ન્યૂઝીલેન્ડની ટીમે કહ્યું- ધમકી મળ્યા બાદ પાકિસ્તાનમાં કેવી રીતે રહી શકીએ

ન્યૂઝીલેન્ડની ટીમે કહ્યું- ધમકી મળ્યા બાદ પાકિસ્તાનમાં કેવી રીતે રહી શકીએ

 | 6:08 pm IST
  • Share

પાકિસ્તાન પ્રવાસ રદ્દ કર્યા બાદ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમના 34 સદસ્યની ટીમ દુબઇ પહોંચી ગઇ છે. અહીં ટીમના સદસ્યો 24 કલાક આઇસોલેશનમાં રહેશે અને આગામી અઠવાડિયામાં સ્વદેસ પહોંચશે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટના મુખ્ય કાર્યકારી અધિકારી ડેવિડ વાઇડે પાકિસ્તાન પ્રવાસ રદ્દ કર્યા બાદ એક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાનનો પ્રવાસ રદ્દ કરવાના નિર્ણય પર કોઇ ખેદ નથી, પરંતુ ‘વિશિષ્ટ અને વિશ્વસનિય’ ધમકી મળ્યા બાદ ટીમને તે દેશમાં રાખી શકાય તેમ નહી.

વાઇડે પોતાના નિવેદનમાં કહ્યું,‘અમે માનીએ છીએ કે, આ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ માટે ખુબ જ મુશ્કેલીભર્યો સમય રહ્યો છે તથા અમે તેમના મુખ્ય કાર્યકારી વસીમ ખાન અને તેમની ટીમના વ્યાવસાયિક વલણ અને ખેલાડીઓની દેખરેખ કરવા માટે આભાર માનીએ છીએ’.

વાઇટે આગળ કહ્યું,‘હું માત્ર એજ કહી શકું છે કે, અમને સલાહ આપવામા આવી હતી કે આ ટીમ વિરૂદ્ધ વિશિષ્ટ અને વિશ્વસનીય ધમકી હતી’. જણાવી દઇએ કે, પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વન-ડે સિરીઝની શરૂઆત થવાની હતી, પરંતુ મેચની થોડી મિનિટો પહેલા જ કીવી ટીમે પ્રવાસ રદ્દ કરવાનો નિર્ણય કર્યો. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ તરફતી નિવેદનમાં કહેવામાં આવ્યું કે, સુરક્ષા કારણોસર પ્રવાસ રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વાઇટે કહ્યું,‘પરિણામ પર પહોંચતા પહેલા અમારી ન્યૂઝીલેન્ડ સરકારના અધિકારીઓ સાથે વાતચીત થઇ તથા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને જાણ કર્યા બાદ અમે સમજીએ છીએ કે બંન્ને દેશોના પ્રધાનમંત્રીયો વચ્ચે ટેલિફોન પર પણ વાતચીત થઇ હતી. દુર્ભાગ્યવશ અમને જે સલાહ આપવામાં આવી હતી, તેને જોતા અમે તે દેશમાં રહી શકીએ નહીં’.

ત્રણ વન-ડે અને પાંચ ટી-20 મેચોની સિરીઝ રદ્દ

ન્યૂઝીલેન્ડની ટીમ 18 વર્ષ બાદ પાકિસ્તાન પ્રવાસે આવી હતી. આ પ્રવાસ પર કીવી ટીમને ત્રણ વન-ડે મેચની સિરીઝ રમવાની હતી. આ તમામ મેચ રાવલપિંડીમાં રમાવાની હતી. તેના પછી બંન્ને ટીમો વચ્ચે પાંચ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચોની સિરીઝ રમાવાની હતી. આ તમામ ટી-20 મેચ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાવાની હતી.

2009ની ભયાનક યાદ…

12 વર્ષ પહેલા ટીમની સાથે પાકિસ્તાનમાં જે થયું હતું તેને યાદ કરી સૌ કોઇના રૂંવાટા ઉભા થઇ જાય છે. 3 માર્ચમા દિવસે આતંકીઓએ શ્રીલંકાની ટીમ પર હુમલો કરી પાકિસ્તાનની સુરક્ષા વ્યવસ્થાની પોલ ખોલી નાંખી હતી. શ્રીલંકાની ટીમ તે સમયે લાહોરમાં સિરીઝની બીજી ટેસ્ટ રમી રહી હતી. ટીમ ત્રીજા દિવસની રમત માટે પોતાની હોટલથી ગદ્દાફી સ્ટેડિયમ તરફ જઇ રહી હતી, ત્યારે જ 12 નકાબપોશ આતંકીઓએ તેમની ટીમ બસ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં શ્રીલંકાની ટીમના કેપ્ટન મહેલા જયવર્ધને, કુમાર સંગાકારા, અજંખા મેંડિસ, થિલન સમરવીરા, થરંગા પારનવિતાના અને ચામિંડા વાસ ઇજાગ્રસ્ત થયા હતા. આ હુમલામાં પાકિસ્તાની પોલીસના 6 જવાન સહિત 8 લોકોના મોત નિપજ્યા હતા. આ હુમલા બાદ શ્રીલંકાની ટીમ સિરીઝ અદ્ધવચ્ચે છોડી ઘરે પરત ફરી ગઇ હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો